સર્વર ડાઉન પર અશ્વિની વૈષ્ણવનું નિવેદન, કહ્યું- માઇક્રોસોફ્ટના સંપર્કમાં સરકાર
માઈક્રોસોફ્ટની ટેક્નિકલ સમસ્યાઓના કારણે સમગ્ર વિશ્વમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત સરકાર તરફથી પહેલી પ્રતિક્રિયા આવી છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી છે કે ભારતનું ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય માઈક્રોસોફ્ટના સંપર્કમાં છે.
અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર પોસ્ટ કર્યું, “MEITY વૈશ્વિક આઉટેજ અંગે માઇક્રોસોફ્ટ અને તેના ભાગીદારો સાથે સંપર્કમાં છે. આ આઉટેજનું કારણ નક્કી કરવામાં આવ્યું છે અને સમસ્યાને ઉકેલવા માટે અપડેટ્સ રિલીઝ કરવામાં આવ્યા છે. CERT ટેક્નિકલ એડવાઈઝરી જારી કરી રહ્યું છે. NIC નેટવર્કને અસર થઇ નથી.
શુક્રવારે એટલે કે આજે સવારે 12 વાગ્યાની આસપાસ માઈક્રોસોફ્ટમાં કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે ઘણી એરલાઈન્સ અને અન્ય કંપનીઓના કામને અસર થઈ હતી. ઘણી એરલાઈન્સનું કામ ઠપ્પ થઈ ગયું હતું. એરલાઇન્સ કંપની તેના કામમાં ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વભરના હજારો વિન્ડોઝ યુઝર્સ બ્લુ સ્ક્રીન ઓફ ડેથ (BSOD) ભૂલનો અનુભવ કરી રહ્યા છે, જેના કારણે તેમની સિસ્ટમ અચાનક બંધ થઈ જાય છે. માઇક્રોસોફ્ટે આ સમસ્યાનું કારણ CrowdStrike અપડેટને આપ્યું છે.
બ્લુ સ્ક્રીન પ્રોબ્લેમ, જેને બ્લેક સ્ક્રીન એરર અથવા STOP કોડ એરર તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે કોઇ પ્રોબ્લેમ આવે છે ત્યારે વિન્ડોઝને શટ ડાઉન અથવા રીસ્ટાર્ટ કરવાની ફરજ પડે છે.