Prayagrajમાં વકફ બોર્ડની જમીન પર અશરફની પત્ની અને સાળાએ કરેલ દબાણ પર ફર્યું બુલડોઝર
પ્રયાગરાજ: પ્રયાગરાજ વિકાસ સત્તામંળે આજે માફિયા અતિફ અહેમદના ભાઈ અશરફ સાસરિયામાં એક મોટી કાર્યવાહી કરી હતી. પ્રયાગરાજમાં માફિયા અતિફ અને અશરફે તેના સાગરીતો દ્વારા સફાઇ કામદાર શ્યામજી સરોજન નામે જમીન ખરીદી હતી અને બાદમાં આ જમીન વેંચવા માટે તેના પણ દબાણ કરવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ પોલીસ તપાસ આદરી હતી હતી અને અંતે માફિયાની બેનામી સંપતિ પર તવાઈ બોલાવવામાં આવી હતી. વકફ બોર્ડની જમીન પર દબાણ કરીને બનાવવામાં આવેલા કરોડો રૂપિયાના બંગલાને તંત્ર દ્વારા પાડી દેવામાં આવ્યો છે.
વકફ બોર્ડ વતી તેના રખેવાળ (Care Taker) દ્વારા ઝૈનબ અને તેના ભાઈઓ પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બાદ મહેસૂલ વિભાગની તપાસમાં જાણવા મળ્યું હતું કે અશરફના સાળા અને ઝૈનબે પોતાના સાલાહપૂરમાં વકફ જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. આ જમીન પર દુકાન બનાવીને વેંચી દીધી હતી અને બાકીની જમીન પર પોતાનું આલિશાન મકાન બનાવ્યું છે. આ મામલે વકફ બોર્ડે પોતાની જમીન પાછી મળે તે માટે અરજી કરી હતી અને આ બાદ તંત્રએ કાર્યવાહી આકરી હતી.
આ પણ વાંચો : NEET આરોપીની તેજસ્વી યાદવના અંગત સચિવ સાથે લિંક, બિહારના ડેપ્યુટી સીએમનો આક્ષેપ
આજ સલ્લપૂરમાં ઝૈનબ અને તેના ભાઈઓ દ્વારા કરવામાં આવેલ વકફ બોર્ડની જમીન પર બનાવવામાં આવેલ ઘરને 3 બુલડોઝર દ્વારા ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. વકફ બોર્ડની જમીન પર બનેલ આ મકાનનીઓ કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે, જો કે આ બાદ ઝૈનબની ભવ્ય કોઠીને પણ ધ્વસ્ત કરવામાં આવશે. જો કે તંત્રનું કહેવું છે કે અશરફની પત્ની ઝૈનબે 50 કરોડ રૂપિયાથી વધુની વક્ફ પ્રોપર્ટી પર કબજો કરી લીધો છે અને તેને ઝૈનબ, ઝૈદ માસ્ટર વગેરેએ બનાવેલું ઘર પણ મળ્યું છે. તેને તોડી પાડવાનો આદેશ હતો. પુરમુફ્તી પોલીસ સ્ટેશન વિસ્તારના સલ્લાપુરમાં વક્ફ બોર્ડની જમીન પર આ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું.
જે મકાન પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે તેની કિંમત 5 કરોડ રૂપિયાની છે અને તે સાત વીઘા જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે. આ જમીન પર અશરફની પત્ની ઝૈનબ, તેના ભાઈ ઝૈદ અને સદ્દામનો કબજો હતો અને આ અંગે નવેમ્બર 2023માં વકફ બોર્ડની જમીન પર દબાણનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.