નેશનલ

અશોક ગેહલોતે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીની તારીખ જાહેર કરી

જયપુર: રાજસ્થાનમાં 23 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સોમવારે 41 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે મંગળવારે સંકેત આપ્યો હતો કે ટિકિટ વિતરણ 18 ઓક્ટોબરની આસપાસ થવાની સંભાવના છે. દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યા બાદ અશોક ગેહલોતે જણાવ્યું હતું કે પ્રક્રિયા હમણાં જ શરૂ થઈ છે.

ગેહલોતે ચૂંટણી ભંડોળ અને કેન્દ્રીય એજન્સીઓના ‘દુરુપયોગ’ અંગે પણ કેન્દ્ર સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ વખતે અમે જનતાને તક આપવાની અપીલ કરીશું. ભાજપ પાસે સંસાધનોની કોઈ કમી નથી. ચૂંટણી બોન્ડ જારી કરવામાં આવ્યા છે. આ બોન્ડ એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે, કારણકે ભાજપને બોન્ડના 95 ટકા પૈસા મળે છે, પરંતુ જો કોઈ ઉદ્યોગપતિ અમને મળવા આવે છે, તો આવકવેરા વિભાગ સાંજે તેમના ઘરે કે ઓફિસ પહોંચી જાય છે. લોકો ભાજપથી ડરે છે. તમે કલ્પના કરી શકો છો કે આપણે કેવા વાતાવરણમાં છીએ.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 41 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતાની સાથે જ પાર્ટીના નેતાઓ અને તેમના સમર્થકોએ ઘણી જગ્યાએ બળવાખોર વલણ દાખવ્યું છે. પક્ષમાંથી ટિકિટની આશા રાખતા અનેક સંભવિત ઉમેદવારોના સમર્થકોએ ગઈકાલની યાદી બાદ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે રાજ્યમાં 23 નવેમ્બરે મતદાન થવાનું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Virat Kohliના આ ડિફરન્ટ ડિફરન્ટ લૂક જોયા કે? છઠ્ઠો લૂક જોઈને તો ફીદા થઈ જશો તમે… Sensorineural hearing lossના આ છે લક્ષણો અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે