પાકિસ્તાનના પીએમની ધમકી પર અસદુદ્દીન ઓવૈસી ભડક્યા, કહ્યું બકવાસ ન કરવી જોઈએ … | મુંબઈ સમાચાર

પાકિસ્તાનના પીએમની ધમકી પર અસદુદ્દીન ઓવૈસી ભડક્યા, કહ્યું બકવાસ ન કરવી જોઈએ …

નવી દિલ્હી : પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ ફરી એકવાર ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનને અપાતું પાણી રોકવુંએ સિંધુ જળ સમજૂતીનો ભંગ છે. તેમજ આનો આકરો જવાબ આપવામાં આવશે. જેની પર એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભડક્યા અને જવાબ આપતા કહ્યું કે ‘અમારી પાસે બ્રહ્મોસ છે’ તેમણે આવી બકવાસ ન કરવી જોઈએ. તેમની ધમકીઓની ભારત પર કોઈ અસર નહી થાય.

હું ક્રિકેટ મેચ જોવા નથી જવાનો

આ ઉપરાંત અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ અંગે જણાવ્યું હતું કે, હું ક્રિકેટ મેચ જોવા નથી જવાનો. મારી અંતરાત્મા, મારું મન આની મંજુરી નથી આપતો. આપણે એ દેશના લોકો જોડે ક્રિકેટ કેમ રમવી છે જે લોકો આપણને રોજ ધમકીઓ આપે છે.

આ પણ વાંચો: પાકિસ્તાનના પીએમની હવે ઈરાનમાં આજીજી, કહ્યું ભારત સાથે મંત્રણા માટે તૈયાર…

અમેરિકાએ લાદેલા ટેરિફ પર પણ ટીપ્પણી કરી

એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ અમેરિકાએ ભારત પર લાદેલા 50 ટકા ટેરિફ પર પણ ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે અમેર્રિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નક્કી કરવું જોઈએ તે એ દેશ સાથે વેપાર કરશે જ્યાં આતંકવાદ એક વેપાર છે કે પછી ભારત જે તેનું સહયોગી રહ્યું છે. તેમજ ટ્રમ્પ આપણને કહેનાર કોણ છે કે આપણે ક્રુડ ઓઈલ ના ખરીદવું જોઈએ. જોકે, આ અંગે પીએમ મોદીનું નિવેદન આવવું જોઈતું હતું. પરંતુ માત્ર વિદેશ મંત્રાલયનું જ નિવેદન આવ્યું હતું.

પહલગામ આતંકી હુમલા બાદ સિંધુ જળ સમજૂતીને સ્થગિત કરાઈ

ઉલ્લેખનીય છે કે, પહલગામમાં 22 એપ્રિલના રોજ આતંકી હુમલાના એક દિવસ બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ એક્શન લીધા હતા. જેમાં વર્ષ 1960માં બે દેશ વચ્ચે કરવામાં આવેલી સિંધુ જળ સમજૂતીને સ્થગિત કરી દીધી હતી. જયારે પાકિસ્તાનના નેતાઓ વારંવાર ભારતને પાણી રોકવા બદલ ધમકીઓ આપી રહ્યાં છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button