ઇન્ટરનેશનલનેશનલ

ભારતે કડક વલણ અપનાવતા માલદીવે પોતાના જ પ્રધાનો સામે કાર્યવાહી કરવાનું કહી દીધું….

માલદીવના વર્તમાન પ્રધાન મરિયમ શિઉના દ્વારા ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ પર ભારત સરકારે આ અંગે કડક વલણ અપનાવ્યું હતું અને માલદીવ સરકાર સમક્ષ વાંધો વ્યક્ત કર્યો હતો. માલદીવના યુવા સશક્તિકરણ, માહિતી અને કલા મંત્રાલયમાં નાયબ પ્રધાન તેમજ મેલ સિટી કાઉન્સિલના પ્રવક્તા તરીકે ફરજ બજાવતા શિઉનાએ પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાત પછી અપમાનજનક ટિપ્પણી કરી હતી. જો કે શિઉનાએ તેની ટ્વીટ ડિલીટ કરી દીધી છે, પરંતુ આ ઘટનાએ બંને પાડોશી દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ ઉભો કર્યો છે. પ્રધાનની વિવાદાસ્પદ ટીપ્પણી પર થયેલા હોબાળા બાદ માલદીવ હવે બેવડી નિતી અપનાવી રહ્યું છે.

આ ઉપરાંત માલદીવની સત્તાધારી પાર્ટી પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સના નેતા ઝાહિદ રમીઝે પણ ફેસબુક પર પોસ્ટ કરીને ભારત વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. જો કે માલદીવ સરકારે તેમના પ્રધાનના નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે અને તેમના પ્રધાનના નિવેદનને વ્યક્તિગત ગણાવ્યું હતું.

માલદીવ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે તેમના પ્રધાન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓથી વાકેફ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ મંતવ્યો વ્યક્તિગત છે જે માલદીવ સરકારના મંતવ્યોનું પ્રતિનિધિત્વ કરતા નથી. સરકાર માને છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ લોકતાંત્રિક અને જવાબદારીપૂર્વક થવો જોઈએ આ રીતે નફરત ફેલાવવા માટે ના થવો જોઈએ. કોઇપણની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ માલદીવ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો વચ્ચેના સંબંધોને અસર કરે તે યોગ્ય નથી એટલે અમે અમારા પ્રધાનો સામે પગલાં લઇશું અને આ ટીપ્પણીઓ માટે માલદીવ સરકાર કોઇપણ રીતે જવાબદાર નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button