નેશનલસ્પોર્ટસ

વિશ્વનો સૌથી શ્રીમંત ભારતીય ક્રિકેટર’ માત્ર બાવીસ વર્ષની ઉંમરે નિવૃત્ત’…

નવી દિલ્હીઃ બિલિયનેર કુમાર મંગલમ બિરલાનો પુત્ર આર્યમન બિરલા 27 વર્ષનો છે, પરંતુ બાવીસ વર્ષની ઉંમરે રણજી ટ્રોફીમાં રમ્યા બાદ તેમ જ આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સની ટીમમાં સામેલ થયા બાદ ક્રિકેટ નથી રમ્યો અને એ લાંબા બે્રક બાદ તેણે હવે ક્રિકેટમાં પોતાના અનિશ્ચિત સમયના બે્રકને ધ્યાનમાં રાખીને ફરી કરીઅર શરૂ કરવાનો કોઈ સંકેત ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં નથી આપ્યો એ જોતાં તેને બાવીસ વર્ષની ઉંમરે જ નિવૃત્ત થયેલો માનવામાં આવે છે અને તેની આ કારકિર્દીની વિગતો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.

આ પણ વાંચો : IND vs AUS: વિરાટ કોહલી ડોન બ્રેડમેનનો 76 વર્ષ જૂનો આ રેકોર્ડ તોડી શકે છે…

લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટર આર્યમન બિરલા 2019ની સાલથી પિતાના બિઝનેસમાં પૂર્ણપણે જોડાઈ ગયો છે. બિરલા ગ્રૂપની સંભવિત 2,35,200 કરોડ રૂપિયાની નેટવર્થનો આર્યમન આસામી હોવાથી તે વિશ્વના રિચેસ્ટ ક્રિકેટર તરીકે ઓળખાય છે. તેને આઇપીએલમાં રમવા નથી મળ્યું એમ છતાં તે સચિન, ધોની, કોહલીથી વધુ શ્રીમંત ક્રિકેટર તરીકે ઓળખાય છે.

નવેમ્બર, 2018માં મધ્ય પ્રદેશ વતી રણજી ટ્રોફીમાં રમતી વખતે તેણે એક મૅચમાં પ્રથમ સેન્ચુરી ફટકારી હતી. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તે છેલ્લે જાન્યુઆરી, 2019માં ઇન્દોરમાં આંધ્ર પ્રદેશ સામે રણજી મૅચમાં રમ્યો હતો જેમાં તેનો સ્કોર ત્રણ અને બાર રન હતો. તેણે પ્રથમ કક્ષાની કુલ નવ મૅચમાં એક સેન્ચુરી અને એક હાફ સેન્ચુરીની મદદથી 414 રન બનાવ્યા છે જેમાં તેની બે સિક્સર અને પંચાવન ફોર સામેલ છે.

આ પણ વાંચો : ‘Pink Ball’ અને ‘Red Ball’ વચ્ચે શું ફરક છે?

આર્યમને ઇન્સ્ટા પરની સ્ટોરીમાં પોતાની નિવૃત્તિને આડકતરી રીતે સમર્થન આપતા લખ્યું છે, `ક્રિકેટમાં મારી કરીઅર એવી રહી જેમાં મેં ખૂબ મહેનત કરી, નિષ્ઠાપૂર્વક રમ્યો અને ખૂબ હિંમત પણ બતાવવી પડી. હવે મારે મારા માનસિક સ્વાસ્થ્યને સૌથી વધુ અગત્યતા આપવી છે. જીવનમાં દરેકની પોતપોતાની એક પ્રકારની સફર હોય છે. મારી સફરમાં હું હવે પોતાને ખુલ્લા મનથી તેમ જ વિવિધ દૃષ્ટિકોણથી વધુ સારી રીતે સમજવા માગું છું.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button