ટોપ ન્યૂઝનેશનલ

Arvind Kejriwal Bail: જેલમાંથી બહાર આવ્યા પછી અરવિંદ કેજરીવાલનો પ્લાન શું હશે?


નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા કથિત માની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને આજે સુપ્રીમ કોર્ટ(supreme court)માંથી મોટી રાહત મળી છે. કોર્ટે આજે શુક્રવારે કેજરીવાલના 1લી જુન સુધીના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. દિલ્હી અને પંજાબમાં લોકસભા ચૂંટણી(Loksabha Election) માટે મતદાન પહેલા કેજરીવાલ જેલની બહાર આવતા આમ આદમી પાર્ટીને પ્રચારમાં મદદ મળશે. અરવિંદ કેજરીવાલની યોજનાઓ વિશે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે અને જેલમાંથી બહાર આવ્યા પછી તેઓ શું કરશે?

કેજરીવાલના વકીલે કહ્યું છે કે વચગાળાના જામીન આપતાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી પ્રચાર પર કોઈ પ્રતિબંધ લાદ્યો નથી. કેજરીવાલ હવે પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પ્રચાર કરતા જોવા મળશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં AAP તેના પ્રચારની થીમમાં ફેરફાર કરશે, દિલ્હીની 4 બેઠકો પર મેગા રોડ શો કરવામાં આવશે, હરિયાણાના કુરુક્ષેત્રમાં રોડ શો અને પંજાબમાં ચૂંટણી પ્રચારને વેગ આપવામાં આવશે.

અરવિંદ કેજરીવાલ એવા સમયે જેલમાંથી બહાર આવી રહ્યા છે જ્યારે દિલ્હી, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં મતદાન થવાનું બાકી છે. આમ આદમી પાર્ટી દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાત અને આસામ જેવા રાજ્યોમાં કુલ 22 સીટો પર લોકસભા ચૂંટણી લડી રહી છે.

AAP ગુજરાતની બે અને આસામની બે બેઠકો પર ચૂંટણી લડી રહી હતી, જ્યાં કેજરીવાલ જેલમાં હતા એ દરમિયાન મતદાન થઇ ચુક્યું છે. હવે તેમનું ધ્યાન બાકીની 18 બેઠકો પર છે. આ 18 બેઠકો એવા રાજ્યોમાં છે જ્યાં AAP ખૂબ મજબૂત છે. જેમાં દિલ્હીની ચાર અને પંજાબની 13 બેઠકોનો સમાવેશ થાય છે. આ સિવાય ઈન્ડિયા એલાયન્સનો હિસ્સો હોવાને કારણે AAP હરિયાણાની કુરુક્ષેત્ર સીટ પરથી પણ ચૂંટણી મેદાનમાં છે.

અગાઉ આમ આદમી પાર્ટીના સૂત્રોએ કહ્યું હતું કે જો કેજરીવાલને જામીન મળશે તો પાર્ટીની ચૂંટણીની થીમ પણ બદલાઈ જશે. અત્યાર સુધી પાર્ટી ‘જેલનો જવાબ વોટ દ્વારા’ થીમ પર ચૂંટણી લડતી હતી. કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે જ્યાં પણ રોડ શો કર્યો ત્યાં આ મુદ્દો જોરથી ઉઠાવ્યો હતો. જો કે, હવે કેજરીવાલને જામીન મળી ગયા છે, તેથી એક નવી થીમ તૈયાર કરવામાં આવશે જેની આસપાસ ચૂંટણી લડવામાં આવશે.

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું છે કે તેમની પાર્ટી કેજરીવાલને જામીન આપવાનું સ્વાગત કરે છે. તેમણે હેમંત સોરેનને ન્યાય આપવાની વાત પણ કરી હતી. પવન ખેડાએ જણાવ્યું હતું કે, “અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવામાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપને અમે આવકારીએ છીએ. અમને આશા છે કે ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનને પણ યોગ્ય ન્યાય મળશે.”

અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળવા પર બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું, “સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ છે કે તેમને માત્ર ચૂંટણી માટે જ જામીન આપવામાં આવ્યા છે. તેમને 1 જૂન પછી ફરી જેલમાં જવું પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…