Kejriwal’s arrest: વિશ્વના જાણીતા મીડિયા હાઉસે ઘટનાની લીધી નોંધ
અમદાવાદઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના પડઘા માત્ર દેશ નહીં પણ વિદેશમાં પણ પડયા છે. વિશ્વના ઘણા નામાંકિત મીડિયા હાઉસે આ ઘટનાની નોંધ લીધી છે.
The Washington Post સહિતની ઘણા આંતરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓએ ઘટનાને પોતાની રીતે મૂલવી છે.
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે લખ્યું છે કે Indian Opposition Parties Say They Face Tide of Troubles as Vote Nears. આ અખબારે કેદરીવાલની ધરપકડને લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષોને નબળા પાડવાની મોદી સરકારના પ્રયાસ તરીકે લેખાવ્યા છે. ચૂંટણી સમયે રાજકીય ફાયદો ઉઠાવવા આમ કર્યું હોવાનું પણ કહેવામાં આવ્યું છે.
The Washington Postએ લખ્યું છે કે India arrests Delhi chief minister as crackdown on opposition spreads,” ભારતે વિપક્ષો પર તૂટી પડવા માટે દિલ્હીના મુખ્ય પ્રધાનને ધરપકડ કરી. તેમણે આપના સમથર્કો દ્વારા કરવામાં આવેલા દાવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
દરમિયાન દેશભરમાં કેજરીવાલના સમર્થકો અને પક્ષના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાતમાં પણ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. દિલ્હીમાં ટ્રાફિકને ભારે અસર થઈ છે.