Arvind Kejriwal ખેલી શકે આ મોટો રાજકીય દાવ, ભાજપના ધારાસભ્યે વ્યક્ત કરી સંભાવના
![Arvind Kejriwal can play this big political bet, BJP MLA expressed the possibility](/wp-content/uploads/2025/01/Arvind-Kejriwal-reply-on-PM-Modi.webp)
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે અને ભાજપે 27 વર્ષ બાદ ફરી સત્તા મેળવી હતી. જોકે, આ દરમિયાન આપના સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)આવતીકાલે દિલ્હીમાં પંજાબના ધારાસભ્યો સાથે બેઠક કરવાના છે. જે મુદ્દે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. તેમજ રાજકીય વર્તુળના અનેક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવા સમયે દિલ્હી રાજૌરી ગાર્ડનના ભાજપ ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપ ધારાસભ્ય સિરસાએ અરવિંદ કેજરીવાલ પર અનેક ગંભીર આરોપો લગાવતા મોટો દાવો કર્યો છે.
પંજાબના મુખ્યમંત્રીને હટાવવાના પ્રયાસ
ભાજપના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે ચૂંટણી હાર્યા બાદ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પંજાબના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. અહેવાલો સૂચવે છે કે તેઓ ભગવંત માનને અસમર્થ કહીને મુખ્યમંત્રી પદ પરથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Read This…મહાકુંભમાં રાહુલ ગાંધીની હિંદુ ધર્મમાંથી બહિષ્કાર કરવાની માગ ઉઠી
કેજરીવાલ ભગવંત માનને હટાવવા માંગે છે
ભાજપના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ વધુમાં જણાવ્યું હતું કે, કેજરીવાલ મહિલાઓને 1000 રૂપિયા આપવાનું વચન પૂર્ણ કરી શકયા નથી. ડ્રગ્સના દુરુપયોગને રોકવામાં નિષ્ફળ ગયા છે. પંજાબમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. આ સાથે સિરસાએ કહ્યું, હવે અરવિંદ કેજરીવાલ ભગવંત માનને હટાવવા માંગે છે.તે પોતાના ધારાસભ્યોને એવું કહેવા માટે મજબૂર કરી રહ્યા છે કે કેજરીવાલ સારા માણસ છે અને તેમને મુખ્યમંત્રી બનાવવા જોઈએ.