ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીના પરિણામો પૂર્વે આમ આદમી પાર્ટીની મુશ્કેલી વધી, ACB કેજરીવાલ અને સંજય સિંહની કરી શકે પૂછપરછ

આમ આદમી પાર્ટીએ ધારાસભ્યોના ખરીદ-વેચાણના લગાવેલા આરોપની થશે તપાસ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના ચૂંટણી (delhi assembly election results) પરિણામો આવતીકાલે જાહેર થશે. આ પહેલા સત્તાધારી આમ આદમી પાર્ટીને (aam aadmi party) મોટો ફટકો લાગ્યો છે. એસીબી કેજરીવાલ (arvind kejriwal) અને સંજય સિંહ (sanjay singh) દ્વારા ભાજપ સામે લગાવવામાં આવેલા ધારાસભ્યોના ખરીદ-વેચાણના આરોપીની તપાસ કરશે. ભાજપ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ દિલ્હીના ઉપરાજ્યપાલે આપના નેતાઓના દાવાની તપાસના આદેશ આપ્યા છે. આ મામલે એસીબી ટીમ અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ અને મુકેશ અહલાવતની પૂછપરછ કરી શકે છે.

જાણકારી મુજબ, આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લાંચ આપવાના આરોપોની તપાસ કરાવવા ઉપરાજ્યપાલના મુખ્ય સચિવને પત્ર લખવામાં આવ્યો છે. દિલ્હી એલજીએ ભાજપની ફરિયાદ બાદ તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

ભાજપે ફરિયાદમાં કહ્યું કે, આમ આદમી પાર્ટી તરફથી લગાવવામાં આવેલા આરોપી ખોટા અને પાયાવિહોણા છે. ભાજપની છબી ખરડાવવા અને મતદાન પૂર્ણ થયા બાદ દિલ્હીમાં ભય અને અશાંતિની સ્થિતિ પેદા કરવાના ઇરાદાથી આરોપ લગાવવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવતાં તેમના ઉમેદવારોને ખરીદવા સંપર્ક કર્યો હોવાનો દાવો કર્યો હતો. સાત ઉમેદવારોને ભાજપ સામેલ થવા 15 કરોડ રૂપિયા આપવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. જે બાદ ભાજપે ઉપરાજ્યપાલને પત્ર લખીને ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો : Delhi Election: વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો આંચકો, આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા

આપના સાંસદ સંજય સિંહે કહ્યું, પરિણામ પહેલાં ભાજપે હાર સ્વીકારી લીધી છે. સમગ્ર દેશની જેમ ભાજપ દિલ્હીમાં ધારાસભ્યોને ખરીદીને સરકાર બનાવવા માંગે છે. 2013ની વિધાનસભા ચૂંટણી બાદ શેરસિંહ ડાગરે આપના ધારાસભ્યનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પંજાબમાં પણ તેમણે સાંસદને ભાજપમાં સામેલ કર્યા હતા. ઉપરાંત દિલ્હીમાં પણ બે મંત્રીઓને ભાજપમાં સામેલ કરાવ્યા હતા. ભાજપ દિલ્હીમાં સરકાર ઉથલાવાનો પ્રયાસ કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button