નેશનલ

Arvind Kejriwal Judicial Custody: CM કેજરીવાલે જેલમાં માગી આ વસ્તુઓ…

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે 15 દિવસની ન્યાયિક કસ્ટડી માટે તિહાર જેલમાં મોકલી દીધા છે. તેમને હવે 15 એપ્રિલ સુધી દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવશે. આવી સ્થિતિમાં કેજરીવાલે ત્રણ પુસ્તકો તિહાર લઈ જવાની માંગ કરી છે.

કેજરીવાલે પોતાના વકીલો દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં તેમણે માંગ કરી છે કે તેમને ત્રણ પુસ્તકો જેલમાં લઈ જવા દેવામાં આવે. આ પુસ્તકોમાં ભગવદ ગીતા, રામાયણ અને વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીની પુસ્તક ‘હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઈડ્સ’નો સમાવેશ થાય છે. આ સાથે તેમણે જેલમાં જરૂરી દવાઓની પણ માંગ કરી છે.


દરમિયાન સૂત્રોનું કહેવું છે કે તિહાર જેલમાં હલચલ વધુ તેજ થઈ ગઈ છે. તિહાર જેલ નંબર ત્રણમાં હલચલ સૌથી વધુ તીવ્ર છે. આ જેલમાં દવાખાનું છે. તિહાર જેલ નંબર બે, નંબર ત્રણ અને પાંચ નંબરના તમામ જેલ સુપ્રિટેન્ડેન્ટને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

તિહાર જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેજરીવાલને તિહારની કઈ બેરેકમાં રાખવામાં આવશે તે હજુ નક્કી નથી. થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને જેલ નંબર બેમાંથી જેલ નંબર પાંચમાં ખસેડવામાં આવ્યા છે. મનીષ સિસોદિયાને જેલ નંબર વનમાં રાખવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનને તિહાર જેલની સાત નંબરની જેલમાં રાખવામાં આવ્યા છે. કે. કવિતાને લીડ જેલ નંબર 6માં રાખવામાં આવી છે.


તિહાર તિહાર જેલમાં કુલ નવ જેલો છે, જેમાં લગભગ 12 હજાર કેદીઓ છે. આ જેલમાં ED અને CBI સાથે જોડાયેલા કેદીઓને રાખવામાં આવે છે. જેલમાં તમામ કેદીઓ માટે એક જ દિનચર્યા છે. સૂર્યોદય થતાં જ કેદીઓના બેરેક ખોલવામાં આવે છે. આ પછી સવારે લગભગ 6.40 વાગ્યે ચા અને બ્રેડ નાસ્તામાં આપવામાં આવે છે.


સ્નાન કર્યા પછી જો કોઈને કોર્ટમાં જવું હોય કે કોઈને મળવું હોય તો તેના માટે તૈયાર કરવામાં આવે છે. સવારે 10:30 અને 11 વાગ્યાની આસપાસ દાળ, એક શાક અને પાંચ રોટલી અથવા ભાત જમવામાં આપવામાં આવે છે. કેદીઓને બપોરે 12 થી 3 વાગ્યા સુધી બેરેકમાં બંધ રાખવામાં આવે છે. ત્રણ વાગ્યે કેદીઓને બેરેકમાંથી બહાર કાઢવામાં આવે છે અને 3.30 વાગે તેમને ચા-બિસ્કિટ આપવામાં આવે છે.

સાંજે ચાર વાગ્યાની આસપાસ કેદી અને તેમના વકીલોની મુલાકાતનો સમય હોય છે. સાંજે 5.30 વાગે કેદીઓને રાત્રિભોજન આપી દેવામાં આવે છે. સાંજે 6.30 કે 7 વાગે જ્યારે સુર્યાસ્ત થાય ત્યારે તેમને ફરીથી તેમના સેલમાં પુરવામાં આવે છે.

કેદીઓને સવારે 5 થી 11 વાગ્યા સુધી જેલમાં ટીવી જોવાની સુવિધા પણ આપવામાં આવી છે. જોકે, તેઓ સમાચાર, રમતગમત અને મનોરંજન ચેનલો જ જોઇ શકે છે. આજે તિહાર જેલમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં કેજરીવાલને કયા જેલ નંબરમાં રાખવાના, તેમની સુરક્ષા વ્યવસ્થા વગેરે પર ચર્ચા કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button