
નવી દિલ્હી: Delhi Highcourt દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નિયમિત જામીન આપવાના રાઉઝ એવન્યુ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. અરવિંદ કેજરીવાલને મળેલી જામીનને પડકારતી અરજી EDએ હાઇકોર્ટમાં કઈ હતી. હાઇકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને 24 કલાકમાં જ ફગાવી દીધો હતો અને આથી હવે અરવિંદ કેજરીવાલને જેલમાં જ રહેવું પડશે. આ મામલે ચાલેલી સુનાવણીમાં હાઈકોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. જો કે હવે આગામી સુનાવણીઓ બાદ ત્રણ-ચાર દિવસ બાદ આ બાબતે ચુકાદો આવી શકે છે.
દિલ્હી કથિત દારૂ કૌભાંડ કેસના આરોપી અરવિંદ કેજરીવાલને ગઇકાલે જ રાઉઝ રેવન્યુ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી હતી અને કેજરીવાલને કામચલાઉ જામીન આપવામાં આવૈ હતી. જો કે કેજરીવાલની જામીન અરજી પર EDએ વિરોધ નોંધાવ્યો હતો અને આ બાબતને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી, જો કે કોર્ટે આ મામલાની સુનાવણી હાથ ધરતા પહેલા જ કોર્ટે અરવિંદ કેજરીવાલની જામીન પર સ્ટે મૂકી દીધો છે.
આ પણ વાંચો: Delhi ના સીએમ Arvind Kejriwalનો જેલવાસ યથાવત રહેશે, હાઈકોર્ટે જામીન પર રોક લગાવી
આ મામલે આજે સુનાવણીમાં નીચલી કોર્ટના આદેશને ફગાવતા હાઇકોર્ટે જામીન પર એક સપ્તાહ સુધીનો સ્ટે મૂકી દીધો છે. આથી અરવિંદ કેજરીવાલને હજુ જેલવાસ જ ભોગવવો પડશે. કોર્ટ હવે આ મામલે વધુ સુનાવણી હાથ ધરશે અને ત્યારબાદ જામીન આપવી કે નહિ તેના પર વિચારણા કરશે. આથી હાઇકોર્ટે જામીન અરજી પર સ્ટે યથાવત રાખીને ટ્રાયલ કોર્ટના ચુકાદા પર એક સપ્તાહ સુધી રોક લગાવી દીધી છે.
આ કેસની સુનાવણી દરમિયાન એએસજી રાજૂએ નીચલી કોર્ટમાં તેમની દલીલ નહિ સાંભળી હોવાની અને PMLAની વાત પણ નહિ સાંભળી હોવાની વાત કરી હતી. જો કે આ મામલે કોર્ટે તેની આ ત્રણે વાત સાંભળવાની તૈયારી દર્શાવી છે. એએસજીએ કહ્યું હતું કે શું બંધારણીય પદ પર બેસી જવાથી જામીન મળી જાય ? તો શું દરેક મંત્રીને જામીન મળી જશે. જો કે EDએ કહ્યું હતું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળે છે તો તેની સીધી અસર ચાલી રહેલી તપાસ પ્રક્રિયા પર થવાની છે.