અરવિંદ કેજરીવાલને કોર્ટે આ કેસમાં આપી મોટી રાહત
નવી દિલ્હીઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને કોર્ટે કહ્યું છે કે તેમણે કોર્ટમાં હાજર નહી રહેવું પડે. દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે યુટ્યુબર ધ્રુવ રાઠીનો યુટ્યુબ વિડિયોને રી-ટ્વીટ કર્યો હતો, જેના માટે તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો આ કેસમાં તેમને કોર્ટમાં વારે વારે કેજરીવાલને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપવામાં આવી છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ માંગી હતી, જેના પર કોર્ટે હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી. હવે આ કેસની આગામી સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં 29 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે.
નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલના વકીલે કોર્ટમાં પોતાની દલીલ કરતી વખતે કહ્યું હતું કે દિલ્હીનું બજેટ સત્ર શરૂ થવાનું છે, જેના કારણે સીએમ કેજરીવાલ વ્યસ્ત છે. તેથી તેમને કોર્ટમાં હાજરી આપવામાંથી મુક્તિ આપવી જોઈએ. જો કે 5 ફેબ્રુઆરીએ દિલ્હી હાઈ કોર્ટે નીચલી કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. અને કહ્યું હતું કે બદનક્ષીભરી કોઈપણ બાબતને ફરી સોશિયલ મિડીયા પર રીટ્વીટ કરવી એ બદનક્ષી સમાન છે. દિલ્હી હાઈ કોર્ટે કહ્યું હતું કે સીએમ કેજરીવાલના ઘણા ફોલોઅર્સ છે અને તેઓ વીડિયોને રી-ટ્વીટ કરવાના પરિણામોને સમજી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ કેસ વિકાસ પાંડેએ દાખલ કર્યો હતો. જે પોતે ભાજપનો સમર્થક હોવાનો દાવો કરે છે અને ‘આઈ સપોર્ટ નરેન્દ્ર મોદી’ નામના સોશિયલ મીડિયા પેજના સ્થાપક પણ છે. તેના વીડિયોમાં ધ્રુવ રાઠીએ કહ્યું હતું કે વિકાસ પાંડે ભારતીય જનતા પાર્ટી (BJP) IT સેલના બીજા ક્રમના નેતા છે અને પાંડેએ એક વચેટિયા દ્વારા તેમની પર લગાવેલા આરોપોને પાછા ખેંચવા માટે મને 50 લાખની ઓફર કરી છે.
તેમજ વિકાસ પાંડે પોતાના સોશિયલ મિડીયા પેજ દ્વારા ફેક ન્યૂઝ ફેલાવે છે. અને આવો એક વિડીયો ધ્રુવ રાઠીએ શેર કર્યો હતો અને આ વીડિયોને મુખ્ય પ્રધાન કેરજીવાલે રીટ્વીટ કર્યો હતો. પાંડે એ દાવો કર્યો હતો કે કેજરીવાલને કરોડો લોકો ફોલો કરે છે અને તેમને આ વીડિયા રીટ્વીટ કર્યો એટલે તેના સન્માનને ઠેસ પહોંચી છે. અને આ વીડિયો અત્યારે ખૂબજ વાઈરલ પણ થઈ ગયો હતો.
નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ હાલમાં દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ED સાથે વિવાદમાં છે. ઇડી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી રહ્યું છે પરંતુ દિલ્હીના સીએમ તેની અવગણના જ કરી રહ્યા છે. ઇડીએ અત્યાર સુધીમાં અરવિંદ કેજરીવાલને પાંચ સમન્સ મોકલ્યા છે.