‘બેઇલ વાલે સીએમ’ ભાજપે અરવિંદ કેજરીવાલનું રાજીનામું માંગ્યું…
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને એક તરફ આમ આદમી પાર્ટી, સત્યની જીત ગણાવી રહી છે અને તપાસ એજન્સીઓ પર સવાલો ઉઠાવી રહી છે, તો બીજી તરફ ભાજપ(BJP) કેજરીવાલ પર પ્રહારો કરી રહી છે. ભાજપે કહ્યું કે કેજરીવાલ હવે ‘બેઇલ વાલે સીએમ’ છે.
આ પણ વાંચો : ‘CBI પાંજરામાં બંધ પોપટની છાપ સુધારે’, કેજરીવાલની જામીન આપતા SCએ CBIને ફટકાર લગાવી
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે કટ્ટર બેઈમાન AAP કન્વીનર અરવિંદ કેજરીવાલને ફરીથી અરીસો બતાવ્યો છે. જે આદેશ પસાર કરવામાં આવ્યો છે તેમાં ભ્રષ્ટાચારી અરવિંદ કેજરીવાલને શરતી જામીન મળ્યા છે. જેલમાં બંધ મુખ્ય પ્રધાન ‘બેઇલ વાલે સીએમ’ બની ગયા છે.
ગૌરવ ભાટિયાએ કહ્યું કે હવે અરવિંદ કેજરીવાલે તેમના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ, પરંતુ અરવિંદ કેજરીવાલ આમ નહીં કરે કારણ કે તેમનામાં કોઈ નૈતિકતા બચી નથી. અરવિંદ કેજરીવાલને શરતી જામીન મળ્યા છે અને તેમ છતાં તેઓ બંધારણીય પદ પર બેઠા છે. ‘ભ્રસ્ટાચારયુક્ત, સીએમ અભ્યુક્ત(આરોપી)’ કહેવું ખોટું નહીં હોય.
આ પણ વાંચો : Welcome Back, Kejriwal: AAP નેતાઓ અને કાર્યકતાઓમાં ખુશીઓનો માહોલ, જાણો કોણે શું કહ્યું
ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે જેમ દરેક કેદીને જામીન આપવામાં આવે છે, ત્યારે તેણે ઘણા નિયમોનું પાલન કરવું પડે છે, તે જ રીતે તે બધા નિયમો અરવિંદ કેજરીવાલ પર પણ લાગુ થવાના છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અન્ય આરોપીઓના જામીન ઓર્ડરની શરતો અરવિંદ કેજરીવાલ પર પણ લાગુ થશે…અરવિંદ કેજરીવાલનો પાસપોર્ટ કોર્ટમાં રહેશે. તેઓ વિદેશ પ્રવાસે જઈ નહીં જઈ શકે…અરવિંદ કેજરીવાલે દર સોમવાર અને ગુરુવારે તપાસ અધિકારી સમક્ષ હાજર થવું પડશે…તે સાક્ષીઓને ડરાવી શકે નહીં અને પુરાવાનો નાશ કરી શકે નહીં.