નેશનલ

અરવિંદ કેજરીવાલે લીધા આતિશી અને સૌરભ ભારદ્વાજના નામ, દિલ્હી દારૂ કૌભાંડમાં કોર્ટમાં EDનો મોટો દાવો……

દિલ્હી દારૂ કૌભાંડની તપાસની ગરમી આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજ અને આતિશી સુધી પહોંચી છે. EDએ દાવો કર્યો છે કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પૂછપરછ દરમિયાન આતિશી અને સૌરભના નામ લેવામાં આવ્યા છે. EDએ આ માહિતી રાઉઝ એવન્યુ કોર્ટને આપી છે.

ED તરફથી હાજર રહેલા વકીલે કોર્ટમાં મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે રાજુ નાયર અરવિંદ કેજરીવાલના નજીકના હતા. અરવિંદ કેજરીવાલે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે નાયર તેમને નહીં પરંતુ સૌરભ ભારદ્વાજ અને આતિશીને જાણ કરતો હતો.


AAPના વરિષ્ઠ નેતા સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહ દિલ્હી દારૂ કૌભાંડમાં જેલમાં છે. હવે કેજરીવાલ પણ તેમની સાથે જેલમાં પહોંચી ગયા છે. હવે કેજરીવાલે આતિશી મારલેના અને સૌરભ ભારદ્વાજના નામ લીધા છે. એટલે તેમના માથે પણ સંકટ તોળાઇ રહ્યું છે. આ મામલે આરોપો પણ એવા ગંભીર લાગી રહ્યા છે કે કોર્ટ જામીન આપવા પણ તૈયાર નથી.


મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને રાઉઝ એવેન્યુ કોર્ટે 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. EDએ કોર્ટને જણાવ્યું હતું કે કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા.


EDના આ દાવા બાદ આતિશી અને સૌરભ ભારદ્વાજની પણ પૂછપરછ થાય એવી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button