નેશનલ

કેજરીવાલ પર પદયાત્રા દરમિયાન હુમલો, દિલ્હી સીએમ આતિશીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ…

Arvind Kejriwal News: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi Ex CM Arvind Kejriwal) પર શુક્રવારે દિલ્હીની એક રેલીમાં હુમલો કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) આરોપ લવાગતાં એવો દાવો કર્યો કે, આ હુમલો ભાજપે (BJP) કરાવ્યો છે. પોલીસ પર પણ આરોપ લગાવી કહ્યું, દિલ્હી પોલીસે (Delhi Police) બીજેપીના ગુંડાઓને રોક્યા નહોતા.

આ પણ વાંચો : Arvind Kejriwal ને આ  કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં હાજર થવું પડશે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું

દિલ્હીના સીએમ આતિશીએ (Delhi CM Atishi) એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, દિલ્હીના લોકોએ જોયું છે કે ભાજપ ગંદી રાજનીતિ કરી રહ્યું છે. અરવિંદ કેજરીવાલની વિકાસપુરી પદયાત્રા દરમિયાન ભાજપના ગુંડાએ હુમલો કર્યો હતો. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને ચૂંટણીમાં હરાવી શકાય તેમ નથી તે ભાજપ જાણે છે, તેથી તેમણે આવી ગંદી રાજનીતિનો સહારો લીધો છે અને અરવિંદ કેજરીવાને મારવા માગે છે.

દિલ્હી સીએમ આતિશીએ કહ્યું, છેલ્લા બે વર્ષમાં ભાજપે અરવિંદ કેજરીવાલને પરેશાન કરવામાં કોઈ કસર છોડી નથી. તેમની સામે ખોટા કેસ કર્યા અને ધરપકડ કરી. જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે ભાજપે 30 વર્ષથી ડાયાબિટીસથી પીડિત એક વ્યક્તિને ઈન્સ્યુલિન આપવાની ના પાડી હતી. જ્યારે આપ કાર્યકર્તાઓ અને દિલ્હીના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે તેમને ઈન્સ્યુલિન આપવામાં આવ્યું. ભાજપ સ્પષ્ટ કરી રહ્યું છે, અરવિંદ કેજરીવાલને પરેશાન કરવાના તમામ પ્રયાસ નિષ્ફળ જઈ રહ્યા છે, તેથી તેમની પદયાત્રા દરમિયાન જીવલેણ હુમલો કરવાની યોજના બનાવી હતી. હું ભાજપને કહેવા માંગુ છું કે અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો દિલ્હીની જનતા તેમને ક્યારેય માફ નહીં કરે.

મનીષ સિસોદીયાનું નિવેદન

આપ નેતા મનીષ સિસોદીયાએ સોશિયલ મીડિયા પર લખ્યું, અરવિંદ કેજરીવાલ પર હુમલો નિંદનીય અને ચિંતાજનક છે. ભાજપે ગુંડાઓ દ્વારા તેમના પર હુમલો કરાવ્યો હોવાનો આરોપ લગાવી કહ્યું, જો કેજરીવાલને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપની રહેશે. અમે ડરવાના નથી-આમ આદમી પાર્ટી તેના મિશન પર અડગ રહેશે.

આ પણ વાંચો : દિલ્હી લૂટીયન્સના એક બંગલામાં રહે છે શેખ હસીના: એક અખબારનો દાવો

સૌરભ ભારદ્વાજે ભાજપને જવાબદાર ગણાવી

આપ નેતા સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, જો કેજરીવાલને કંઈ પણ થશે તો તેની માટે સીધું જવાબદાર ભાજપ હશે, જ્યારે ઈડી, સીબીઆઈ અને જેલથી કામ ન થયું તો હવે ભાજપના લોકો અરવિંદ કેજરીવાલ પર હુમલા કરાવી રહ્યા છે. જો કેજરીવાલને કંઈ થશે તો તેની માટે સીધી રાતે ભાજપ જવાબદાર હશે.

ચૂંટણી પહેલા પદયાત્રા કરી રહ્યા છે આપ નેતા

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ હાલ પદયાત્રા કરી રહ્યા છે. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં કેજરીવાલ સહિત આપના નેતા આગામી વિધાનસભા ચૂંટણીને લઈ પદયાત્રા કરી રહ્યા છે. કેજરીવાલ પર હુમલાને લઈ દિલ્હીના સીએમ આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં ગંભીર આરોપ લગાવ્યા હતા.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker