અરવિંદ કેજરીવાલ આ કોના લગ્નમાં ડાન્સ કરી રહ્યા છે? વીડિયો થયો વાઈરલ…

આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો એક વીડિયો સોશિયલ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં અરવિંદ કેજરીવાલ સ્ટેજ પર ડાન્સ કરતાં દેખાઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ વીડિયો અરવિંદ કેજરીવાલ અને સુનિતા કેજરીવાલની દીકરી હર્ષિતા કેજરીવાલના લગ્નનો છે. અરવિંદ કેજરીવાલની દીકરીના લગ્ન આજે એટલે કે 18મી એપ્રિલના થયા છે. આ વીડિયોમાં અરવિંદ કેજરીવાલ મન મૂકીને ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાએ આઈઆઈટીથી અભ્યાસ કર્યો છે અને તેના લગ્ન સંભવ જૈન સાથે થઈ રહ્યા છે. સંભવે પણ હર્ષિતાની સાથે જ દિલ્હી આઈઆઈટીથી અભ્યાસ કર્યો છે. ગઈકાલે દિલ્હીની શાંગરિલા હોસ્પિટલમાં સંભવ અને હર્ષિતાની મહેંદી અને બીજી રસમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Vikram Thakor ની કેજરીવાલ સાથે વાતચીત બાદ રાજનીતિમાં પ્રવેશવાની અટકળો વચ્ચે ખુલાસો…
હર્ષિતા અને સંભવના આ લગ્ન એક પ્રાઈવેટ સેરેમની છે. જેમાં પંજાબના સીએમ ભગવંત માન, દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ હાજરી આપી હતી. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આવતીકાલે એટલે કે 20મી એપ્રિલના હર્ષિતા અને સંભવનું રિસેપ્શન યોજાશે.
અત્રે ઉલ્લખેનીય છે કે જે વીડિયોમાં કેજરીવાલ ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે એ આ જ લગ્નનો છે. બીજા એક વાઈરલ વીડિયોમાં પંજાબના સીએમ ભગવંત માન પણ ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અને સુનિતા કેજરીવાલને એક દીકરો અને એક દિકરી છે. દિકરાનું નામ પુલકિત અને દિકરીનું નામ હર્ષિતા છે.
આ પણ વાંચો: કેજરીવાલના ઘરે AAP ની મહત્વની બેઠકમાં આ બે નેતાને સોંપી ગુજરાતની જવાબદારી…
સોશિયલ મીડિયા કેજરીવાલના ડાન્સ વીડિયોમાં પત્ની સુનિતા પણ જોવા મળી રહી છે. વીડિયો શેર કરતાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ડાન્સનો વીડિયો સગાઈના સમયનો છે. તમે પણ જો આ વાઈરલ થઈ રહેલો વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…