Delhi વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાયું, અરવિંદ કેજરીવાલે ભાજપ પર લગાવ્યો આ ગંભીર આરોપ
નવી દિલ્હી : દિલ્હી(Delhi)વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટી ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. જેની માટે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સતત મહેનત કરી રહ્યા છે. જેમાં આજે અરવિંદ કેજરીવાલે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે નવી દિલ્હી વિધાનસભા સીટ પર ચૂંટણી જીતવા માટે ભાજપે ઓપરેશન લોટસ હાથ ધર્યું છે અને લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી રહી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ ચૂંટણીથી ડરે છે. એટલા માટે તે આવી વસ્તુઓ કરી રહી છે.
ભાજપ કોઈપણ રીતે ચૂંટણી જીતવા માંગે છે
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપે દિલ્હીમાં હાર સ્વીકારી લીધી છે, તેમની પાસે ન તો સીએમ ચહેરો છે, ન ઉમેદવાર છે અને ન તો તેમની પાસે કોઈ વિઝન છે. ભાજપ કોઈપણ રીતે ચૂંટણી જીતવા માંગે છે.
ઓપરેશન લોટસ દિલ્હીમાં શરૂ
કેજરીવાલે કહ્યું કે ભાજપે સૌથી પહેલા શાહદરામાં મતદાર યાદીમાંથી 11 હજાર વોટ કાપવાનો પ્રયાસ કર્યો. હવે નવી દિલ્હી વિધાનસભા બેઠક પર મતોની ગણતરી થઈ ગઈ છે. કેજરીવાલે કહ્યું, ‘આજે હું તમને આંકડા જણાવી રહ્યો છું. તેમનું ઓપરેશન લોટસ 15 ડિસેમ્બરથી નવી દિલ્હીમાં શરૂ થયું છે. 5 હજાર મતદારો હટાવી દેવામાં આવ્યા છે અને 7 હજાર ઉમેરવામાં આવી રહ્યા છે. તેઓ 12 ટકા મતો અહીં-ત્યાં બદલી રહ્યા છે. જો આમ જ ચાલશે તો ચૂંટણી વ્યર્થ જશે.
આ સામાજિક કાર્યકરો કોણ
પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, ’29 ઓક્ટોબરથી 14 ડિસેમ્બર સુધી ડિલીટ કરવા માટે 900 વોટ આવ્યા છે. 15 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધીમાં 5000 વોટ ડિલીટ કરવા માટે આવ્યા હતા. આમાં 10 લોકો છે જે સામૂહિક રીતે નામ દુર કરવા માટે નામ લાવ્યા છે. આ સામાજિક કાર્યકરો કોણ છે ?
આ પણ વાંચો : રાજકારણમાં કંઈક મોટું થઈ રહ્યું છે? એકનાથ શિંદે દિલ્હીમાં મોદીને મળતાં રાજકીય વર્તુળોમાં અટકળો
દિલ્હીમાં 10 ટકા મતદારો વધ્યા છે
કેજરીવાલે કહ્યું, ‘જ્યારે અમને કેટલાક નામોની ચકાસણી કરવામાં આવી તો 400થી વધુ લોકો તેમના સ્થાનો પર રહે છે. હવે તમામ પક્ષોના લોકોની હાજરીમાં વેરિફિકેશન કરવામાં આવશે. 10,000 નવા મતદારોની અરજી આવી છે. ભાજપ હરિયાણાથી લોકોને લાવી રહ્યા છે. આ નવા મતદારો ક્યાંથી આવ્યા? નવી દિલ્હીમાં 10 ટકા મતદારો વધ્યા છે.