150 વકીલોએ લખ્યો CJIને પત્ર કહ્યું “EDના વકીલ અને દિલ્હી હાઇકોર્ટના જજ છે સગા ભાઈ”
નવી દિલ્હી: દિલ્હીના અલગ અલગ વકીલોએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખીને દારૂનીતિ કૌભાંડ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ દ્વારા લગાવવામાં આવેલા જામીન પર પ્રતિબંધ પર ચિંતા વ્યક્ત કરી છે. 150 વકીલોએ ગુરુવારે (4 જુલાઈ, 2024) CJI ચંદ્રચુડને આ પત્ર લખ્યો અને હિતોના સંઘર્ષનો મુદ્દો ઉઠાવ્યો.
તેઓએ કહ્યું કે દિલ્હી હાઇકોર્ટમાં ED દ્વારા અરવિંદ કેજરીવાલની જમીનને પડકારતી અરજી પર સુનાવણીની માંગ કરવામાં આવી ત્યારે ન્યાયાધીશ સુધીર કુમાર જૈને પોતાને આ સુનાવણીથી દૂર કરી દેવા જોઈએ. કારણ કે જજના ભાઈ તપાસ એજન્સીના વકીલ છે. વકીલોએ દાવો કર્યો હતો કે જસ્ટિસ સુધીર કુમાર જૈનના ભાઈ અનુરાગ જૈન EDના વકીલ છે અને આથી હિતોના સ્પષ્ટ સંઘર્ષને કીરે જાહેર કરવામાં નથી આવ્યો. જો કે આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે વકીલ અનુરાગ જૈન એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત કોઈ મની લોન્ડરિંગ કેસને જોઈ રહ્યા નથી. આ રિપોર્ટ પર 157 વકીલોએ સહી કરી છે.
| Also Read: Britain Election Result: ઋષિ સુનકે હાર સ્વીકારી, લેબર પાર્ટી અને કીર સ્ટારમેરને અભિનંદન પાઠવ્યા
વકીલોએ જિલ્લા ન્યાયાધીશના કથિત આંતરિક પત્ર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી જેમાં નીચલી અદાલતોના વેકેશનલ ન્યાયાધીશોને કોર્ટની રજાઓ દરમિયાન પડતર કેસોમાં અંતિમ ચુકાદાઓ પસાર ન કરવા જણાવ્યું હતું. વ્યકિલોએ કહ્યું હતું કે આવું અગાઉ ક્યારેય નાથી થયું. અરવિંદ કેજરીવાલના જામીનનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે ન્યાયાધીશો ED અને CBI કેસમાં જામીનને કોઈ સ્પષ્ટ આદેશો આપવાના બદલે તારીખ પર તારીખ આપી રહ્યા છે.
| Also Read: Hathras: રાહુલ ગાંધી અલીગઢ પહોંચ્યા, હાથરસ નાસભાગના પીડિતોના પરિવારને મળશે
આ રિપોર્ટ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે રાઉઝ એવન્યુ કોર્ટના વેકેશન જજ ન્યાય બિંદુ દ્વારા 20 જૂનના રોજ અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલ ચુકાદાને લઈને મોકલવામાં આવ્યો છે. રાઉજ એવન્યુ કોર્ટની જામીન બાદ EDની અપીલ પર દિલ્હી હાઈકોર્ટે તેના પર રોક લગાવી દીધી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘દિલ્હી હાઈકોર્ટ અને દિલ્હીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જોવા મળી રહેલી કેટલીક નવીન પ્રથાઓને લઈને અમે કાનૂની સમુદાય વતી આ પત્ર લખી રહ્યા છીએ
વકીલોએ કહ્યું કે કેજરીવાલને જામીન આપતી વખતે, એડિશનલ સેશન્સ જજ બિંદુએ મુખ્ય ન્યાયાધીશના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો કે નીચલી અદાલતોએ ઝડપી અને સાહસિક નિર્ણયો લેવાની જરૂર છે જેથી કરીને હાઈકોર્ટ પર કેસનો બોજ ન આવે.