નેશનલ

કેજરીવાલની જામીનની મુદતમાં વધારાની અરજી પર તાત્કાલિક સુનાવણીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી આજ એક ઝટકો લાગ્યો છે. હાલ તેઓ કાઠી દારૂનીતિ કૌભાંડના આરોપ હેઠળ કેસમાં વચગાળાના જામીન પર મુક્ત થયા છે. સુપ્રીમ કોર્ટે તેમને આપેલી મુદત પૂર્ણ થાય તે પહેલા કેજરીવાલે તેમ વધારાઓ કરવાની અરજી કરી હતી પરંતુ કોર્ટે તેના પણ તાત્કાલિક સુનાવણી કરવાની અરજી ફગાવી દીધી છે.

હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાંથી મળેલ વચગાળાના જામીન પર બહાર છે. તેની મુદત આગામી 1 જૂનના રોજ પૂર્ણ થવાની છે. તે પહેલા તેમણે સ્વાસ્થ્ય તપાસ માટે જામીનની મુદતમાં વધારો કરવાની અરજી કરી હતી. આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે.

Also Read – Swati Maliwal પાસે સીએમને મળવા કોઇ એપોઈન્ટમેન્ટ ન હતી, બિભવના વકીલની કોર્ટમા દલીલ

વધુમાં કોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલને પૂછ્યું હતું કે ગયા અઠવાડિયે કે જ્યારે મુખ્ય પીઠના ન્યાયાધીશ દત્તા બેઠા હતા ત્યારે અરવિંદ કેજરીવાલની આ અરજીનો ઉલ્લેખ કેમ ન કરવામાં આવ્યો.

શું અરજી કરી છે ?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં ડોક્ટરની સલાહને જોડીને અરજી કરી હતી કે તેમની ધરપકડ બાદ 6-7 કિલો જેટલું વજન ઘટ્યું છે. આમ અચાનક ઘટેલા વજન અને અન્ય સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓને લઈને તે PET-CT જેવા અન્ય રિપોર્ટ કરાવવા માંગે છે. જેમાં પાંચ-સાત દિવસ જેટલો સમય લાગી શકે છે. આથી કેજરીવાલે અરજી કરી હતી કે તેમની મુદ્દત 2 જુનને બદલે 9 જૂન કરી દેવામાં આવે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button