નેશનલ

કેજરીવાલ 100 કમાન્ડો સાથે ‘વિપશ્ય’ના કરવા પહોંચતા વિપક્ષોએ સાધ્યું નિશાન

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ની કારમી હાર બાદ પાર્ટીના રાષ્ટ્રીય કન્વિનર અરવિંદ કેજરીવાલ પંજાબ તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. એવી પણ અટકળો છે કે તેમને પંજાબ તરફથી રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. એવામાં કેજરીવાલ વિપશ્યના માટે પરિવાર સાથે પંજાબના હોશિયારપુર પહોંચ્યા (Kejriwal in Punjab from Vipashyana) હતાં. ત્યારે કેજરીવાલ પર વિરોધ પક્ષ (ભાજપ, કોંગ્રેસ અને અકાલી દળ)ના નેતાઓએ નિશાન સાધ્યું હતું.

આ પણ વાંચો: કેજરીવાલની મુશ્કેલી વધી શકેઃ ‘શીશ મહેલ’માં વપરાયેલા નાણાંની તપાસ કરશે સરકાર

કેજરીવાલ વિપશ્યના કેન્દ્ર પહોંચ્યા ત્યારે તેમની સાથે પંજાબ પોલીસના 100થી વધુ કમાન્ડો પણ હતા. ભાજપે કહ્યું કે એક સમયે કેજરીવાલ વેગન આર કારમાં મુસાફરી કરતા હતા અને આમ આદમી હોવાનો ડોળ કરતા હતા, તેઓ જામરથી સજ્જ બુલેટપ્રૂફ લેન્ડ ક્રુઝર કારમાં હોશિયારપુર આવ્યા હતા અને તેમની સાથે પંજાબ પોલીસના 100થી વધુ કમાન્ડો પણ હતા.

આ પણ વાંચો: ‘AAP’એ રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરાને લુધિયાણા પશ્ચિમથી ટિકિટ આપી, કેજરીવાલની થઈ શકે એન્ટ્રી?

ભાજપના આકરા પ્રહાર

દિલ્હી સરકારના પ્રધાન અને ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ 50 વાહનો અને 100થી વધુ કમાન્ડોના કાફલા ઇપરાંત એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, લેન્ડ ક્રુઝર કાર સાથે કેવા પ્રકારનું ધ્યાન કરવા જઈ રહ્યા છે? ભાજપના નેતા મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું કે શું તમે 100 ગનમેન વિના વિપશ્યના ન કરી શકો? તેઓ કેવા પ્રકારની શાંતિની શોધ છે? શું પંજાબના કરદાતાઓ પાસેથી પૈસા લઈને વિપશ્યના માટે ભવ્ય પરેડની જરૂર છે? સીએમ ભગવંત માન પણ આ કાફલામાં નથી. ‘આપ’નું સત્ય જાહેર થઇ ગયું છે.

કોંગ્રેસ અને અકાલી દળે પણ ટીકા કરી

કોંગ્રેસના વિધાનસભ્ય પરગટ સિંહે સવાલ ઉઠાવતા કહ્યું, “તેઓ અહીં ધ્યાન કરવા આવ્યા છે, પણ મને એ સમજ નથી પડી રહી કે ઓ પંજાબમાં આટલા મોટા કાફલાનો ઉપયોગ કરીને તેઓ શું સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમની પાસેનું આમ આદમીનું મોડેલ નિષ્ફળ ગયું છે. હું ફરીથી પૂછીશ કે કેજરીવાલે પંજાબ પોલીસને કેટલા પૈસા ચૂકવ્યા છે.”

અકાલી દળના નેતા દલજીત ચીમાએ કહ્યું કે ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત કરનારા કેજરીવાલ પાસે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન કરતા સારો શીશમહેલ છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમોની જીવનશૈલી VVIP જેવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button