નેશનલ

અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ પત્ની થઈ ભાવુક, પતિએ જેલમાંથી મોકલેલા સંદેશને લોકો સુધી પહોંચાડ્યો

નવી દિલ્હી: દેશના પાટનગર દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની લીકર કેસમાં ધરપકડ બાદ રાજકીય તણાવ વધી રહ્યો છે. વિરોધી પક્ષે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કરતાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે અને હવે અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલે પતિ અરવિંદ કેજરીવાલે જેલમાંથી પાઠવેલો એક સંદેશ લોકોને જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કરોડો લોકોની પ્રાર્થના કેજરીવાલની સાથે અને દિલ્હીની જનતા મંદિરમાં જઈએ કેજરીવાલ માટે પ્રાર્થના કરે. કેજરીવાલે તેમના દરેક વચન પાળ્યા છે અને તે મજબૂત છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જેલમાંથી લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે હું આમ આદમી પાર્ટી (આપ)ના દરેક કાર્યકરોને અપીલ કરું છું કે મારા જેલ ગયા પછી દરેક સમાજ કલ્યાણ અને જન કલ્યાણના કામો થવા જોઈએ. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના લોકો સાથે નફરત ન કરો, તેઓ અમારા ભાઈ-બહેન છે અને હું જલદીથી પાછો આવીશ.

ભારતના અંદરની અને બહારની અનેક તાકાત દેશને નબળી બનાવી રહી છે. આ તાકાતથી ચેતતું રહી તેને ઓળખી આપણે તેને હરાવવી પડશે. દિલ્હીની મહિલાઓ વિચારી રહી છે કે કેજરીવાલ જેલમાં છે તો તેમને દિલ્હી સરકાર મારફત 1000 રૂપિયા કેમ મળશે?, પણ તેઓ પોતાના દીકરા અને ભાઈ પર વિશ્વાસ રાખે. હું જેલમાં વધારે સમય નહીં રહીશ અને જેલમાંથી બહાર આવીને પોતાનું વચન પૂર્ણ કરીશ, એવું કેજરીવાલે લખેલા પત્રમાં જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button