નેશનલ

Arvind Kejriwalની ધરપકડ થઇ તે દિલ્હી લીકર પોલિસી કેસનો ઘટનાક્રમ જાણો

દિલ્હી લીકર પોલિસી કેસમાં આખરે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ થઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે સાંજે તેમના ઘરે સર્ચ કર્યા બાદ તેમની ધરપકડ કરી હતી અને કેજરીવાલને એક રાત કેદમાં વિતાવવાની ફરજ પડી હતી. AAPના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં તેમના કેસની અર્જન્ટ સુનાવણીની અપીલ કરી છે. દરમિયાન આપણે દિલ્હી લિકર પોલિસી કેસનો ઘટનાક્રમ જાણીએ જેમાં તેમના ગળા ફરતે ગાળિયો કેવી રીતે કસવામાં આવ્યો તેની માહિતી મળશે.

1) નવેમ્બર 2021: દિલ્હી સરકારે નવી લીકર પોલિસી લાગુ કરી
2) 8 જુલાઈ, 2022 : દિલ્હીના મુખ્ય સચિવે નવી લીકર પોલિસીમાં ગંભીર ઉલ્લંઘનની જાણ કરી
3) જુલાઈ 22, 2022: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે નવી આબકારી નીતિમાં નિયમોના ઉલ્લંઘનની સીબીઆઈ તપાસ ભલામણ કરી
4) ઓગસ્ટ 19, 2022: સીબીઆઈએ તત્કાલીન નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા, અન્ય ત્રણ પર દરોડા પાડ્યા
5) 22 ઓગસ્ટ, 2022: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે લીકર પોલિસી અંગે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો
6) સપ્ટેમ્બર, 2022: સીબીઆઈએ આમ આદમી પાર્ટીના કમ્યુનિકેશન હેડ વિજય નાયરની ધરપકડ કરી.
7) માર્ચ 2023: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ત્યારબાદ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ કરી
8) ઓક્ટોબર 2023: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા AAP નેતા સંજય સિંહની ધરપકડ કરવામાં આવી
9) ઓક્ટોબર 2023: ED એ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પ્રથમ સમન્સ મોકલ્યું
10) 16 માર્ચ, 2024: ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે. કવિતાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી.
11) 21 માર્ચ, 2024ઃ અરવિંદ કેજરીવાલે દિલ્હી લિકર પોલિસી કેસમાં આજે નવમી વખત EDના સમન્સની અવગણના કરી.

તેના કલાકો બાદ દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને ધરપકડથી રાહત આપવાનો ઇનકાર કર્યો હતો, જેને પગલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે તેમના ઘરે સર્ચ અને પૂછપરછ હાથ ધરી હતી, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button