નેશનલ

દિલ્હી ચૂંટણી પહેલા કેજરીવાલની મોટી જાહેરાત, દલિત વિદ્યાર્થીઓ માટે જાહેર કરી આંબેડકર સ્કૉલરશિપ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ આંબેડકરને લઈ આપેલા નિવેદન બાદ રાજકીય માહોલ ગરમ છે. આ મામલે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે પણ સવાલ ઉઠાવ્યા છે, એટલું જ નહીં તેમણે આંબેડકરના સન્માનમાં એક સ્કૉલરશિપ પણ જાહેર કરી હતી. દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ સ્કૉલરશિપની જાહેરાત કરતાં કહ્યું, દલિત સમાજના જે પણ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માંગતા હશે તેમને દિલ્હી સરકાર પૂરો સહયોગ આપશે.

દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાને કહ્યું, જો આમ આદમી પાર્ટી આગામી વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી જીતશે તો દિલ્હી સરકાર વિદેશી યુનિવર્સિટીમાં એડમિશન લેનારા દલિત વિદ્યાર્થીઓને નાણાંકીય સહાય કરશે. દિલ્હીમાં કોઈપણ દલિત વિદ્યાર્થીને નાણાંકીય તંગીના કારણે વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ છોડવો ન પડે તેની તેઓ ખાતરી કરશે.

Also read:

આ ઉપરાંત કેજરીવાલે કહ્યું, આંબેડકરને પૈસાના અભાવે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સનો અભ્યાસ અધવચ્ચેથી છોડવો પડ્યો હતો. તેઓ ઘરે પરત ફર્યા અને પૈસાનો પ્રબંધ કર્યા બાદ અભ્યાસ પૂર્ણ કર્યો.

https://twitter.com/AamAadmiParty/status/1870392514475151393

દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાને અમિત શાહ પર આંબેડકરની મજાક કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે સંસદમાં બાબાસાહેબની મજાક કરવામાં આવશે. અમિત શાહના અપમાનજક નિવેદનના જવાબમાં હું આંબેડકર સમ્માન સ્કૉલરશિપની જાહેરાત કરું છું. એટલું જ નહીં કેજરીવાલ કહ્યું કે, સરકારી કર્મચારીઓના બાળકોને પણ સ્કૉલરશિપનો ફાયદો આપવામાં આવશે. જેવી રીતે બાબાસાહેબ આંબેડકરે વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું તેવી જ રીતે દિલ્હીના દલિત સમાજના બાળકો પણ વિદેશ જઈને કોઈ પણ ખર્ચ વગર અભ્યાસ કરી શકશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button