નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. દિલ્હી હાઇકોર્ટ દ્વારા જામીન અરજી પર લગાવવામાં આવેલ સ્ટેને લઈને અરવિંદ કેજરીવાલ હવે સુપ્રીમ કોર્ટના ચરણે પહોંચ્યા છે. તેમના વકીલ સોમવારે આ અરજી પર સુનાવણી કરવાની અરજી કરી છે. ગુરુવારે નીચલી અદાલતે અરવિંદ કેજરીવાલને જામીન આપી હતી પરંતુ EDની હાઇકોર્ટમાં અરજી બાદ આ જામીન પર રોક લગાવી દેવામાં આવી હતી.
અરવિંદ કેજરીવાલની અરજીમાં કહેવામાં આવ્યું છે કે જામીન પર રોક લગાવવાની કોર્ટની કામગીરી કોર્ટ દ્વારા જ નિર્ધારીત કરવામાં આવેલ કાયદાઓના જ વિરોધી છે. અને આપણાં દેશમાં જામીન આપવાની મૂળભૂત મર્યાદાનું પણ અહી ઉલ્લંઘન થયું છે. માત્ર એક જ આધાર પર આખો ખોટો કેસ રચવામાં ન આવી શકે કે અરજી કરનાર એક રાજકીય વ્યક્તિ છે અને વર્તમાન કેન્દ્ર સરકારનો વિરોધી છે.
આ પણ વાંચો : Arvind Kejriwalને જેલયોગ યથાવત! Delhi Highcourtએ ચુકાદો અનામત રાખ્યો
અરજીમાં આ મામલામાં સુપ્રીમ કોર્ટ હસ્તક્ષેપ કરે તેવી માંગ કરવામાં આવી છે અને હાઇકોર્ટના આદેશને રદ્દ કરીને તેના પર રોક લગાવે. સાથે જ અરજદારને તાત્કાલિક જામીન આપવા માટે પણ આદેશ કરવામાં આવે. હાઇકોર્ટ દ્વારા ખૂબ જ જરૂરી માનદંડોને નજરઅંદાજ કરવામાં આવ્યા છે કે જામીન અરજી રદ્દ કરવા માટેની અરજી પર નિર્ણય લેવા માટે જરૂરી છે.
દિલ્હીમાં વિવાદાસ્પદ આબકારી નીતિ અને કથિત દારૂ કૌભાંડના આરોપમાં ઇડી દ્વારા ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તેમની જામીન અરજી પર ગુરુવારે દિલ્હીની રેવોજ એવન્યુ કોર્ટે મંજૂરી આપી હતી. જો કે ED દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજી પર હાઇકોર્ટે જમીન પર રોક લગાવી દીધી હતી.