ભગવાન રામની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજે બીજી કંઈ કંઈ મૂર્તિઓ બનાવી છે એ જાણો…..
અયોધ્યાના રામ મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ બનાવ્યા બાદ શિલ્પકાર અરુણ યોગીરાજનો સહુ કોઈ ઓળખાવા લાગ્યું. પરંતુ શું તમે જાણો છે કે શિલ્પકાર યોગીરાજે બીજી પણ ઘણી એવી મૂર્તિઓ બનાવી છે જે ખરેખર સુંદર અને નયન રમ્ય છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ યોગીરાજે કહ્યું હતું કે ક્યારેક તો મને લાગે છે કે હું સપનાની દુનિયામાં છું. કારણકે મે ક્યારેય નહોતું વિચાર્યું કે મારી બનાવેલી મૂર્તિની પસંદગી થશે. પરંતુ મારા પૂર્વજો, પરિવારના સભ્યો અને ભગવાન રામના આશીર્વાદ હંમેશા મારી સાથે રહ્યા છે. યોગીરાજે પોતાના સોશિયલ મિડીયા અકાઉન્ટ પથી તેમને બનાવેલી કેટલીક મૂર્તિના ફોટા શેર કર્યા હતા અને કેપ્શનમાં લખ્યું હતું કે આ ભગવાન વેંકાતક્ષેશ્વરની એક જ પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ છે. આ મૂર્તિ તેમણે વર્ષ 2018માં બનાવી હતી. આ ઉપરાંત તેમણે આ જ રીતે એકજ પથ્થરનો ઉપયોગ કરીને વર્ષ 2017માં અન્નપૂર્ણેશ્વરી દેવીની મૂર્તિ બનાવી હતી. જે હાલમાં કર્ણાટકના ચિક્કમગલુર જિલ્લાના ભદ્રા નદીના તટ પર શ્રી હોરાનાડુ અન્નપૂર્ણેશ્વરી મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત અરુણ યોગીરાજે કેદારનાથમાં આદિ શંકરાચાર્યની પથ્થરની પ્રતિમા પણ બનાવી છે.
પોતાની પોસ્ટમાં તેમણે આદિ શંકરાચાર્ય પાસેથી આશીર્વાદ પણ માંગ્યા હતા. આ પોસ્ટમાં તેમણે એમ પણ લખ્યું હતું કે આદિ શંકરાચાર્યની મૂર્તિ વર્ષ 2006માં બનાવી હતી. આ પ્રતિમાની ચમક જોઈને યુઝર્સે મૂર્તિકારની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. અરુણ યોગીરાજે કન્નડ ફિલ્મ ઉદ્યોગના સદાબહાર હીરો વિષ્ણુવર્ધન સરની પણ એક જ પથ્થરની મૂર્તિ બનાવી છે અને તેનો ફોટો પણ તેમને સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યો હતો.