નેશનલ

કલમ 370ના ચુકાદા બાદ પાકિસ્તાન અને ચીન કેમ ગભરાઇ ગયા…

નવી દિલ્હી: કલમ 370 પર સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ત્યારે આ ચુકાદાથી જેટલી ખુશી ભારતમાં છે તેટલો જ ડર પાકિસ્તાન અને ચીનમાં પણ જોવા મળી રહ્યો છે. 13 ડિસેમ્બરના રોજ ચીને ફરી લદ્દાખ પર દાવો કરતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું હતું કે ચીને લદ્દાખના કહેવાતા કેન્દ્રશાસિત પ્રદેશને ક્યારેય માન્યતા આપી નથી. ભારત તરફથી આ એકપક્ષીય અને ગેરકાયદેસર રીતે લેવાયેલો નિર્ણય છે. અને કહ્યું હતું કે કલમ 370ના ચુકાદા બાદ ભારતની સ્થાનિક અદાલતનો નિર્ણય એ હકીકતને બદલી શકતો નથી કે ચીન-ભારત સરહદના પશ્ચિમ વિસ્તાર પર ચીનનો અધિકાર છે.

12 ડિસેમ્બરના રોજ મુસ્લિમ દેશોના ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)એ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે ભારત સરકારે સંગઠનના નિવેદનની આકરી ટીકા કરી હતી. પાકિસ્તાનનું નામ લીધા વગર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે OIC આ બધું આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશના ઇશારે કરી રહ્યું છે.


OICએ એક નિવેદન જારી કરીને કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. નિવેદનમાં કહ્યું હતું કે અમે જમ્મુ-કાશ્મીરના લોકોની સાથે છીએ. ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદિત વિસ્તારમાં ફેરફારો કર્યા છે જે સ્વીકાર્ય નથી. સુપ્રીમ કોર્ટે કલમ 370 પર આપેલા ચુકાદામાં ખાસ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે 370 હટાવવાનું બંધારણીય રીતે માન્ય છે. આ સિવાય કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરાવવાનો પણ આદેશ આપ્યો હતો.


કલમ 370 પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પાકિસ્તાનની બોલતી તો બંધ થઈ ગઈ છે. પણ સાથે સાથે ચીન પણ ગભરાયેલું જોવા મળી રહ્યું છે. અને મસ્લિમ દેશોનો ટેકો મોળવવા માટે કાલાવાલા કરી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button