નેશનલ

જમ્મુ કાશ્મીરમાં આંતકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ, 2 જવાનો શહીદ

રાજૌરી: જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે હિંસક અથડામણમાં ભારતીય સેનાના 2 જવાનો શહીદ થયા છે અને અન્ય એક જવાન ઇજાગ્રસ્ત થયા છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર મૃતક જવાનોમાં એક સેનાના મેજર પણ હતા. જો કે સેના તરફથી આ વાતની પુષ્ટિ થઇ નથી.

રાજૌરીના ધર્મસાલના બાજીમાલ વિસ્તારમાં આજે સવારથી જ અથડામણ શરૂ થઇ હતી. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતા જ સુરક્ષા જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું જે દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. હજુ 2 આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા છે.


બુધવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 2 પિસ્તોલ, 4 મેગેઝીન, 2 ફિલર મેગેઝીન અને 8 ગ્રેનેડ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે બંને આતંકવાદીઓની 21 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button