નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના ભારત સમક્ષ શરણાગતિના પ્રતિષ્ઠિત ફોટોગ્રાફને દૂર કરવા અંગેનો વિવાદ ચર્ચાનું કેન્દ્ર છે. ત્યારે હવે આ મુદ્દે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ નવી દિલ્હીના રાયસીના હિલ ખાતેના તેમના કાર્યાલયમાંથી 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના ભારત સમક્ષ શરણાગતિની તસવીરને હટાવવા અંગે વાત કરી છે.
નવી તસવીર ‘કર્મ ક્ષેત્ર’ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રાયસીના હિલ ખાતેના તેમના કાર્યાલયમાંથી 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના શરણાગતિની ઐતિહાસિક તસવીરને હટાવવા મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ પગલાને યોગ્ય ઠેરવતા કહ્યું કે ભારતનો સુવર્ણ ઇતિહાસ ત્રણ પ્રકરણોમાં વહેંચાયેલો છે – બ્રિટિશ યુગ, મુઘલ યુગ અને તે પહેલાનો યુગ. આર્મી ચીફે કહ્યું કે આ ત્રણેયને રાયસીનામાં સ્થાપિત નવી તસવીર ‘કર્મ ક્ષેત્ર’માં દર્શાવવામાં આવ્યા છે.
શું છે સમગ્ર વિવાદ?
1971ના યુદ્ધ બાદ પાકિસ્તાની સેનાના ભારત સમક્ષ શરણાગતિની આ તસવીર આર્મી ચીફના કાર્યાલયના લાઉન્જની દિવાલ પર લટકાવવામાં આવી હતી. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં આ તસવીરને મેન્ટેનેસની કામગિરી દરમિયાન દૂર કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેને ફરીથી ત્યાં પાછી મૂકવામાં ન આવી. તસવીરને માણેકશા કન્વેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવી અને તેના સ્થાને નવી કલાકૃતિ લગાવવામાં આવી. આર્મી ચીફના આ નિર્ણયથી વરિષ્ઠ સેના અધિકારીઓમાં નારાજગી ફેલાઈ ગઈ. ઘણા અધિકારીઓએ પણ તેમના નિર્ણયની ટીકા પણ કરી છે.
Also read:
ભારતના સુવર્ણ ઇતિહાસના ત્રણ અધ્યાય સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર આ તસવીર મુદ્દે વાત કરતાં આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું, “જો તમે ભારતના સુવર્ણ ઇતિહાસ પર નજર નાખો, તો તેમાં ત્રણ અધ્યાય છે – બ્રિટિશ યુગ, મુઘલ યુગ અને તે પહેલાનો યુગ. જો આપણે તેને સૈન્યના દ્રષ્ટિકોણથી સાંકળવું હોય, તો પ્રતીકોનું પોતાનું મહત્વ છે.”
નવી તસવીર પર કરી વાત નવી તસવીર વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “આ નવું ચિત્ર 28 મદ્રાસ રેજિમેન્ટના લેફ્ટનન્ટ કર્નલ થોમસ જેકબ દ્વારા બનાવવામાં આવ્યું છે, જે સેનામાં યુવા પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. નવી પેઇન્ટિંગ ‘કર્મ ક્ષેત્ર’ નો અર્થ ‘કાર્યોનું ક્ષેત્ર’ થાય છે. તે ધર્મ અને રાષ્ટ્રની રક્ષા અને મૂલ્યો પ્રત્યે સેનાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”