નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કેન્દ્રિય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, પ્રલ્હાદ સિંહ પટેલ અને રેણુકા સિંહ સરુતાના રાજીનામા સ્વિકાર્યા છે. હવે કેન્દ્રિય પ્રધાન અર્જુન મુંડાને કૃષિ મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.
રાજ્ય પ્રધાન શોભા કરંદલાજેને મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીના રાજ્ય પ્રધાનની કામગીરી સોંપવામાં આવી છે. રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરને તેમના હાલના વિભાગો ઉપરાંત જલ શક્તિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય પ્રધાન ભારતી પ્રવીણ પવારને આદિવાસી વ્યવહાર મંત્રાલયમાં રાજ્ય પ્રધાન તરીકેની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડ્યા બાદ કૃષિ પ્રધાન રહી ચૂકેલા નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ મંત્રાલયના તેમના પદેથી રાજીનામું આપ્યું છે. જેને રાષ્ટ્રપતિએ મંજુરી આપી છે. કેબિનેટ પ્રધાન અર્જુન મુંડાને કૃષિ મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો…
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો...