નેશનલમનોરંજન

Kolkata crisis: ગાયક અરિજિતે કોલકાત્તા પીડિતાને ન્યાય માટે એક ગીત કમ્પોઝ કર્યુ

કોલકાત્તાઃ કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે થયેલા અત્યાચાર અને હત્યાના કેસમાં દેશભરમાં રોષ છે ત્યારે ગાયક અરિજિત સિંહે પણ વિરોધ નોંધાવ્યો છે અને ગીત દ્વારા ન્યાયની માગ કરી છે.

કોલકાતામાં બળાત્કાર અને હત્યાની ઘટના બાદ દેશભરમાં ગુસ્સાનું વાતાવરણ છે. હવે અરિજીત સિંહ આંદોલનના સમર્થનમાં આવ્યા છે અને તેમના નવા બંગાળી ગીત આર કોબે સાથે ન્યાયની માંગણી કરી છે. આ ગીતને લોન્ચ કરતી વખતે તેણે એમ પણ કહ્યું છે કે આ કોઈ વિરોધ ગીત નથી, પરંતુ ન્યાય મેળવવા માટેનું આહ્વાન છે.

આર કોબે એટલે આનો અંત ક્યારે આવશે? અરિજિતે આ ગીતને લખ્યું છે, ગાયું છે અને સંગીતબદ્ધ પણ કર્યું છે. અરિજિતે આ ગીતનો વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે.

આ પણ વાંચો : Nabanna Abhijan: કોલકાતા અભેદ્ય કિલ્લામાં ફેરવાયુ, 6 હજાર પોલીસકર્મીઓ, ડ્રોનથી દેખરેખ…

અરિજીત સિંહના ગીત પર ફેન્સની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. કેટલાક લોકો એવા છે જેઓ મોડેથી વિરોધનો ભાગ બનવા માટે અરિજીત સિંહને ટ્રોલ કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો તેના સમર્થન માટે ગાયકના વખાણ કરી રહ્યા છે.
આ મહિનાની શરૂઆતમાં આરજી કાર હોસ્પિટલમાં 31 વર્ષીય ટ્રેઇની ડૉક્ટર સાથે બળાત્કાર થયો હતો. આ પછી તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. બંગાળમાં તણાવની સ્થિતિ છે. કમનસીબે આટલી ગંભીર ઘટના મામલે રાજકારણ થઈ રહ્યું છે અને મહિલાઓની સુરક્ષા તેમ જ ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો બાજુ પર રહી ગયો છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button