નેશનલ

વકફ બોર્ડ અંગે જેપીસીની બેઠકમાંથી ફરી ઉગ્ર દલીલો, વિપક્ષનું ફરી વોકઆઉટ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વકફ સુધારા બિલ (waqf amendment bill) રજુ કર્યું ત્યારથી આ બીલની તરફેણમાં અને વિરોધમાં ઉગ્ર દલીલો થઇ રહી છે. વકફ સુધારા બિલને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી(JPC) પાસે મોકલવામાં આવ્યું છે. આજે સંસદ ભવનમાં જેપીસીની બેઠક ચાલી રહી છે. આ બેઠક દરમિયાન વિરોધ પક્ષોના ઘણા સભ્યો વોક આઉટ કર્યું હતું. દિલ્હી વક્ફ બોર્ડના રિપોર્ટ સામે વિરોધ પક્ષના સભ્યોએ વાંધો ઉઠાવ્યો છે.

વોક આઉટ કરનાર સભ્યોનું કહેવું છે કે દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશી આ રિપોર્ટ પર જેપીસી અધ્યક્ષને પત્ર લખી ચૂક્યા છે. આ પત્રમાં તેણે કહ્યું છે કે તે રિપોર્ટ પર ધ્યાન ન આપવું જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, રિપોર્ટમાં વકફ મિલકતોને લગતી વિવિધ ગેરરીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હરિયાણા, દિલ્હી, પંજાબ અને ઉત્તરાખંડમાં વક્ફ બોર્ડ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ જેપીસી સમક્ષ મૌખિક પુરાવા અને સૂચનો રજૂ કરવાના છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીએ વક્ફ સુધારા અંગેની JPCના અધ્યક્ષ જગદંબિકા પાલ ને પત્ર લખીને IAS અશ્વિની કુમાર દ્વારા રજૂ કરાયેલા અહેવાલને અમાન્ય ગણાવ્યો હતો. કુમારે જીએનસીટીડીની મંજૂરી વિના કમિટીને આ અહેવાલ સુપરત કર્યો હતો.

Also Read – બિહારના સાંસદ પપ્પુ યાદવને બિશ્નોઈ ગેંગ તરફથી મારી નાખવાની ધમકી મળી

અગાઉ પણ JPCની બેઠક દરમિયાન વકફ બિલ અંગે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગત બેઠક દરમિયાન ભાજપ અને ટીએમસીના સભ્યો આમને સામને આવી ગાય હતાં. જેમાં ટીએમસીના કલ્યાણ બેનર્જી ઘાયલ થયા હતા. માહિતી અનુસાર, ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ ત્યાં રાખેલી કાચની પાણીની બોટલ ઉપાડીને ટેબલ પર ફેંકી દીધી અને પોતાને પહોંચાડી હતી. આ પછી કલ્યાણ બેનર્જીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button