ઠંડા પ્રદેશમાં ફરવા જાઓ છો? તો આમના જેવી ભૂલ ના કરતા, જુઓ વિડીયો

નવી દિલ્હી: વિવિધ પ્રવસન સ્થળોએ ફરવા ગયેલા પ્રવાસીઓ ગાઈડલાઈન્સનું ઉલંઘન કરીને પોતાના જીવ જોખમમાં મુકતા હોય છે, ભૂતકાળમાં આવી ઘણી ઘટનાઓમાં લોકોએ જીવ પણ ગુમાવી ચુક્યા છે. હાલમાં અરુણાચલ પ્રદેશમાં પણ એક ગંભીર ઘટના બની હતી, રાજ્યના સેલા પાસ પાસે પ્રવાસીઓનું એક જૂથ એક થીજી ગયેલા સરોવર પર ચાલી રહ્યું હતું, એવામાં અચાનક બરફ તૂટવાને કારણે પ્રવાસીઓ ઠંડાગાર પાણીમાં (Arunachal Pradesh tourist Video) પડ્યા. આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ છે.
આ દુર્ઘટના બરફની ચાદરથી ઢંકાયેલા પ્રદેશમાં થઈ હતી, આ પ્રદેશ શીયાળાની ઋતુમાં લોકપ્રિય પ્રવાસી સ્થળ છે.
અચાનક બરફ તૂટી પડ્યો:
પ્રવાસીઓનું જૂથ થીજી ગયેલા સરોવર પર ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક બરફ તૂટી પાડવાથી બે લોકો ઠંડા પાણીમાં ખાબકયા હતાં પરંતુ નજીકમાં હાજર લોકો દ્વારા ત્વરિત કાર્યવાહી કરવાથી જાનહાની ટળી હતી. વાંસની લાકડીઓની મદદથી આસપાસ હાજર લોકોએ પ્રવાસીઓને ઠંડા પાણીમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતાં.
વિડીયો વાયરલ:
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે ચાર લોકો થીજી ગયેલા સરોવરમાં પડી ગયા હતાં, જેમાંથી બે મહિલાઓ પણ સામેલ હતી. તેઓ મદદ માટે બોમો પાડી રહ્યા હતાં, તમામને એક પછી એક બચાવી લેવામાં આવ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્ર વારંવાર પ્રવાસીઓને સંભવિત જોખમોને કારણે થીજી ગયેલા સરોવરો પર ચાલવાનું ટાળવાની સલાહ આપી છે, છતાં ઘણા પ્રવાસીઓ સૂચનાની અવગણના કરે છે.
આ પણ વાંચો…બિહારના પટણામાંથી મળી આવ્યું 500 વર્ષ જૂનું મંદિર; પૂજા કરવા ઉમટી લોકોની ભીડ
કેન્દ્રીય પ્રધાને પણ સલાહ આપી:
અધિકારીઓએ મુલાકાતીઓને સલામતીના નિયમોનું પાલન કરવાની સલાહ પણ આપી છે. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ પણ X પર વિડિયો શેર કર્યો અને પ્રવાસીઓને દુર્ગમ પ્રદેશોની મુલાકાત લેતી વખતે સાવચેત રહેવા અને તૈયાર રહેવા વિનંતી કરી.