Arattai Vs WhatsApp: કઈ ભાષાનો છે અરટ્ટઈ શબ્દ અને શું છે તેનો અર્થ? જાણો એક ક્લિક પર…. | મુંબઈ સમાચાર
નેશનલ

Arattai Vs WhatsApp: કઈ ભાષાનો છે અરટ્ટઈ શબ્દ અને શું છે તેનો અર્થ? જાણો એક ક્લિક પર….

વોટ્સએપ એ દુનિયાની સૌથી લોકપ્રિય એપ બની ચૂકી છે, પરંતુ હવે આ સોશિયલ મીડિયા એપને ટક્કર આપવા માટે ભારતે ખુદની મેસેજિંગ એપ લોન્ચ કરી છે અરટ્ટઈ. વોટ્સએપને પાછળ છોડીને એપ સ્ટોરમાં અરટ્ટઈ નંબર વન બની ચૂકી છે. કંપનીએ એક્સ એકાઉન્ટ પર જણાવ્યું હતું કે અમે એપ સ્ટોર પર સોશિયલ મીડિયા નેટવર્કિંગમાં ઓફિશિયલી નંબર વન બની ચૂક્યા છીએ. પરંતુ શું તમને ખબર છે કે અરટ્ટઈ શબ્દનો અર્થ શું થાય છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-

અરટ્ટઈ શબ્દનો અર્થ શું છે?

અરટ્ટઈ શબ્દના અર્થ વિશે વાત કરીએ તો પહેલાં તો આ એક તમિળ શબ્દ છે અને તમિળમાં તેનો અર્થ આકસ્મિક વાતચીત એવો થાય છે. આ એક એવી એપ છે કે જેમાં તમે ટેક્સ્ટ અને વોઈસ મેસેજ બંને મોકલાવી શકો છો. આ સિવાય ઓડિયો અને વીડિયો બંને કોલ થઈ શકે છે. કોઈ ફોટો કે સ્ટોરી 24 કલાક માટે શેર કરી શકો છો.

અરટ્ટઈ નામની આ નવી એપમાં ચેનલ પણ છે જેવી વોટ્સએપમાં પણ આવે છે. સોશિયલ મીડિયા પર આ એપની ચર્ચા વધી રહી છે અને તે જોત જોતામાં લોકપ્રિય થઈ જાય છે. થોડાક સમયમાં જ રોજના નવા સાઈન અપ 3,000થી વધીને 3,50,000 જેટલા થઈ ગયા છે.

https://twitter.com/Arattai/status/1971850547750924623

શું છે ખાસ એપના ફીચર?

  • આ નવી એપ્લિકેશનના માધ્યમથી તમે ગ્રુપમાં કે પર્સનલી ટેક્સ્ટ અને વોઈસ મેસેજ મોકલાવી શકો છો
  • ઓડિયો અને વીડિયો કોલનું ફીચર પણ આ એપ્લિકેશન પર ઉપલબ્ધ છે અને આ એક સુરક્ષિત એપ છે
  • આ એપના માધ્યમથી ડોક્યુમેન્ટ, ફોટો, વીડિયો અને ફાઈલ પણ સરળતાથી શેર કરી શકો છો
  • આ સિવાય તમે 24 કલાક માટે આ એપ પર વોટ્સએપની જેમ સ્ટોરીઝ પણ લગાવી શકો છો
  • વોટ્સએપની જેમ જ આ એપ પર પણ ગ્રુપ બનાવી શકો છો અને તમે આ ગ્રુપમાં 1000 મેમ્બર્સ એડ કરી શકો છો
  • સ્લો ઈન્ટરનેટ અને જૂના ફોન પર પણ આ એપ ખૂબ જ સરળતાથી ચાલે છે

અરટ્ટઈ એપની લોકપ્રિયતા કેમ વધી રહ્યા છે?

અરટ્ટઈ એપની લોકપ્રિયતા વધવાનું કારણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રોજબરોજના જીવનમાં સ્વદેશી એટલે કે મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સનો ઉપયોગ વધારે કરવાની અપીલ કરવામાં આવે છે. જ્યારે મોદીજી જેવા લોકપ્રિય નેતા દેશવાસીઓના દેશી એપ્સનો ઉપયોગ કરવાની અપીલ કરે તો સ્વાભાવિક છે કે તેની લોકપ્રિયતા વધે જ છે. સોશિયલ મીડિયા પર પણ આ એપની ચર્ચા થઈ રહી છે, જેને કારણે લોકો વધુને વધુ આ એપ ડાઉનલોડ કરી રહ્યા છે.

ક્યાંથી ડાઉનલોડ કરી શકશો?

અરટ્ટઈ એપ એન્ડ્રોઈડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ યુઝર્સ આઈઓએસ બંને પરથી ડાઉનલોડ કરી શકો છો. કોઈ પણ વ્યક્તિ પોતાનો મોબાઈલ નંબર રજિસ્ટર કરીને તેનો ઝડપથી ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો…WhatsAppને ટક્કર આપવા આવી દેશી એપ, જાણો કઈ કંપનીએ કરી લોંચ ?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button