નેશનલ

રાજકીય પીચ પર જ નહીં, ક્રિકેટના મેદાનમાં પણ છવાયા અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્ર વચ્ચે સાંસદો ક્રિકેટના મેદાનમાં મેચ રમવા ઉતર્યા હતા. સંસદમાં ચાલી રહેલી જોરદાર ચર્ચા વચ્ચે તમામ પક્ષોના સાંસદો ક્રિકેટના મેદાન પર ચોગ્ગા, છગ્ગા અને વિકેટ લેતા જોવા એ ખરેખર એક લહાવો હતો. 15મી ડિસેમ્બરના રોજ એટલે કે આજે ક્રિકેટના મેદાનમાં રાજકીય નેતાઓ જોવા મળ્યા છે. ટીબી વિશે જાગૃતિ ફેલાવવા માટે, રાજ્યસભા XI અને લોકસભા XI વચ્ચેની આ મેચ દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં એક ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેચ દરમિયાન સાંસદોએ ‘ટીબી હારશે અને ભારત જીતશે’ લખેલી ટી-શર્ટ પણ પહેરી છે.

એકબીજા પર શાબ્દિક પ્રહારો કરતા તમામ રાજકીય પક્ષોના સાંસદો આ ફ્રેન્ડલી ક્રિકેટ મેચ રમી રહ્યા છે. લોકસભા સ્પીકર XI નું નેતૃત્વ અનુરાગ સિંહ ઠાકુર કરી રહ્યા છે અને રાજ્યસભા સ્પીકર XI નું નેતૃત્વ કિરેન રિજિજુ પાસે છે. આ મેચમાં રાજકીય દિગ્ગજો બેટ અને બોલ પકડીને મેચ રમતા જોવા મળી રહ્યા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા હોય કે ભીમ આર્મીના ચંદ્રશેખર હોય કે પછી બીજેપી સાંસદ અનુરાગ ઠાકુર… બધા ક્રિકેટના મેદાન પર શોટ મારતા જોવા મળી રહ્યા છે.

આ મેચમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ બેટ પકડીને જોવા મળ્યા હતા. આ સિવાય ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદે પણ લોકસભા સ્પીકર XIની ટીમ તરફથી રમતા અડધી સદી ફટકારી હતી. આ મેચમાં અનુરાગ ઠાકુરે લોકસભા ઈલેવન માટે શાનદાર સદી ફટકારી હતી. તેની સદીની મદદથી લોકસભા ઈલેવનની ટીમ 200થી વધુ સ્કોર કરવામાં સફળ રહી હતી. અનુરાગ ઠાકુરે 65 બોલમાં 111 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેઓ નોટઆઉટ રહ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા સ્પીકર ઈલેવનએ 251 રન બનાવ્યા અને રાજ્યસભા ઈલેવનને 252 રનનો ટાર્ગેટ આપ્યો. સ્પર્ધા હજુ પણ ચાલુ છે.

આ પણ વાંચો : સંસદનું શિયાળુ સત્ર: ગૃહમાં ભલે ધમાલ કરે પણ બહાર સબ સલામત!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button