નેશનલ

પીએમ મોદી પર પણ છવાયો અનુપમાનો જાદુ, જુઓ શું કહ્યું…

ટેલિવિઝનની દુનિયામાં અનુપમા સીરિયલની ટીઆરપી પર હંમેશાં નંબર વન પર હોય છે અને કરોડો ગૃહિણીના દિલો પર અનુપમા રાજ કરે છે. આ સિરિયલની લીડ એક્ટ્રેસ રૂપા ગાંગુલી દર્શકોના દિલ પર છવાઈ ગઈ છે.
તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ અનુપમાના મોહપશ માંથી બચી શક્યા નહોતા અને આવું થવાનું કારણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ અંદાજમાં દિવાળી સેલિબ્રેટ કરી હતી અને એને કારણે આવી અટકળો લગાવવામાં આવી રહી છે.


એટલું જ નહીં પીએમ નરેન્દ્ર મોદીએ તો એવી ઘોષણા પણ કરી છે કે જે કોઈ પણ અનુપમાની જેમ દિવાળી સેલિબ્રેટ કરશે એની પોસ્ટ તેઓ ખુદ સોશિયલ મીડિયા પર શેર કરશે. હવે તમને પણ થઈ રહ્યું છે ને કે આખરે અનુપમાની દિવાળીમાં શું ખાસ છે?


પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરેલા વીડિયોમાં તેમના વોકલ ફોર લોકલની ઝલક જોવા મળે છે. આ વીડિયો દિવાળીમાં લોકલ પ્રોડક્ટનો ઉપયોગ વધારવાનો સરકારના પ્રયાસો સાથે સંબંધિત છે.


વીડિયોમાં અનુપમા બુંદીના લાડુ બનાવતા બનાવાતા તેણે કરેલી દિવાળીની તૈયારીઓ વિશે વાત કરે છે. એટલું જ નહીં તે આ વીડિયોમાં ભારતની તાકાત વિશે પણ જણાવતી જોવા મળે છે. વીડિયોના અંતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રયાસના વખાણ કરતા જોવા મળે છે.


પીએમ મોદીએ વીડિયોના વખાણ કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર વોકલ ફોર લોકલ અને મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતની ઝલક જોવા મળી. આ વિડીયોમાં અનુપમા ઘરની લાઈટિંગથી લઈને અનુપમાએ દિવાળીમાં પહેરેલા નવા કપડાંમાં મેક ઈન ઈન્ડિયાની ઝલક જોવા મળે છે.

પીએમ મોદીએ દેશવાસીઓએ આ જ રીતે તહેવારોની ઉજવણી કરવી જોઈએ એવી અપીલ કરી હતી. એટલું જ નહીં પીએમ મોદીએ જે લોકો પણ અનુપમાની જેમ દિવાળી સેલિબ્રેટ કરશે એમની પોસ્ટ હું સોશિયલ મીડિયા પર શેર કરીશ એવી જાહેરાત પણ કરી છે.

પીએમ મોદીએ સામાન્ય લોકો નમો એપ પર આવા પ્રોડક્ટ સાથે કે પછી કારીગરો સાથેનો ફોટો શેર કરી શકે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત