IndiGoની Flight બે કલાક મોડી પડતાં Shark Tank Indiaના Judge Anupam Mittalને આવ્યો ગુસ્સો અને…
Flight Delay’sની સમસ્યાથી ગુસ્સે ભરાયેલાં દેશની સૌથી મોટી મેટ્રિમોનિયલ વેબસાઈટ Shaadi.Comના CEO અનુપમ મિત્તલે પેસેન્જર્સ સાથે અમાનવીય વ્યવહાવહાર માટે IndiGo Airlineની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. હાલમાં જ Shark Tank India Judgesએ હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ પણ શેર કરી હતી અને એમાં તેમણે જણાવ્યું હતું કે ઈન્ડિગોની ફ્લાઈટને કારણે તેમને ખાસ્સી એવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અનુપમ મિત્તલે જણાવ્યું હતું કે દિલ્હીથી મુંબઈ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ પોણા કલાકથી વધુ મોડી પડી હતી અને કોસ્ટ કટિંગ માટે પેસેન્જર્સને ફ્લાઈટમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા. એટલું જ મુંબઈથી દિલ્હી સુધીની ફ્લાઈટમાં બે કલાકનો વિલંબ થયો હતો અને આટલા વિલંબ છતાં પણ એરલાઈન્સ દ્વારા તેમને રિફન્ડની ઓફર પણ કરવામાં આવી નહોતી.
તેમણે પોતાની પોસ્ટમાં ઈન્ડિગો પર રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે શું થઈ ગયું છે તને ઈન્ડિગો… મુંબઈથી દિલ્હીની ફ્લાઈટમાં 45 મિનીટ મોડી… એ પણ વિના એસી, જેથી તમે કોસ્ટ કટિંગ કરી શકો… દિલ્હીથી મુંબઈની ફ્લાઈટ પણ બે કલાક મોડી પરંતુ ટિકિટ રિફન્ડ નહીં આપવામાં આવે. મિત્તલે પોતાની પોસ્ટમાં DGCAને પણ ટેગ કર્યું હતો અને કહ્યું હતું કે આ અમાનવીય છે અને તેને અપાત્ર જાહેર કરી દેવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ટિકિટના વાજબી ભાવને કારણે પ્રવાસીઓમાં લોકપ્રિય એવી ઈન્ડિગો એરલાઈનને લઈને પ્રવાસીઓ છેલ્લાં કેટલાક સમયથી અલગ અલગ પ્રકારની ફરિયાદો કરી રહ્યા છે.
અનુપ મિત્તલની પોસ્ટ પર કમેન્ટ કરીને ઈન્ડિગોએ વિલંબ અને અસુવિધા માટે માફી માંગી હતી અને ફ્લાઈટ કેમ મોડી પડી એનું કારણ જણાવ્યું હતું. એરલાઈન દ્વારા વિલંબ માટે એવું કારણ આપવામાં આવ્યું હતું કે મેડિકલ ઈમર્જન્સીને કારણે દિલ્હી-મુંબઈ પર ફ્લાઈટ બે કલાક મોડી પડી હતી. એરલાઈને એવું પણ જણાવ્યું હતું કે અમે તમારા સમયની કિંમત સમજીએ છીએ. આ પ્રકારના