બંગાળમાં રાજ્યપાલ વિરુદ્ધ મુખ્ય પ્રધાનઃ બળાત્કાર વિરોધી બિલની સાથે ટેક્નિક્લ રિપોર્ટ નહીં મોકલવા બદલ સીએમની કરી ટીકા…
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે તાજેતરમાં પાસ થયેલા બળાત્કાર વિરોધી બિલની સાથે ટેક્નિકલ રિપોર્ટ ન મોકલવા બદલ મમતા બેનર્જી વહીવટીતંત્રની ટીકા કરી હતી, જે તેને મંજૂર કરાવવા જરૂરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: કોલકાતા રેપ-મર્ડર કેસની તપાસમાં EDની એન્ટ્રી, આરોપી સંદીપ ઘોષના ઘર પર દરોડા
અધિકારીએ દાવો કર્યો કે બોઝ ખૂબ જ નિરાશ હતા કારણ કે બિલો સાથે ટેક્નિકલ રિપોર્ટ ન મોકલવા અને પછી રાજ્યપાલ કાર્યાલયને તેને મંજૂરી ન આપવા બદલ દોષિત ઠેરવવું રાજ્યની એક નિયમિત પ્રથા રહી છે. રાજભવનના અધિકારીના જણાવ્યા મુજબ રાજ્યપાલે અપરાજિતા બિલ સાથે ટેક્નિકલ રિપોર્ટ ન જોડવા બદલ રાજ્ય પ્રશાસનની ટીકા કરી હતી.
નિયમ અનુસાર બિલને મંજૂરી આપવાનો નિર્ણય લેતા પહેલા રાજ્ય સરકાર માટે ટેક્નિક્લ રિપોર્ટ મોકલવો ફરજિયાત છે.
તેમણે કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે સરકારે ટેક્નિકલ રિપોર્ટ રોક્યો હોય અને બિલને મંજૂરી ન આપવા માટે રાજભવનને દોષી ઠેરવ્યું હોય. રાજ્યપાલે આવી મહત્વપૂર્ણ બાબતો પર હોમવર્ક ન કરવા બદલ રાજ્ય સરકારની પણ ટીકા કરી હતી.
તેમણે કહ્યું કે બોઝે જણાવ્યું છે કે (અપરાજિતા) બિલ આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશ દ્વારા પસાર કરવામાં આવેલા સમાન બિલની નકલ છે.
આ પણ વાંચો: West Bengal વિધાનસભામાં એન્ટી રેપ બિલ મંજૂર, ભાજપે આપ્યું સમર્થન, જાણો શું છે જોગવાઈઓ…
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યપાલે તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે બેનર્જી માત્ર પશ્ચિમ બંગાળના લોકોને છેતરવા માટે હડતાલની ધમકી આપી રહ્યા છે, કારણ કે તેઓ પણ સારી રીતે જાણે છે કે આ પ્રકારના બિલ ભારતના રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભાએ ૩ સપ્ટેમ્બરના રોજ સર્વસંમતિથી અપરાજિતા મહિલા અને બાળ વિધેયક(પશ્ચિમ બંગાળ ક્રિમિનલ લો એન્ડ એમેન્ડમેન્ટ) ૨૦૨૪ પસાર કર્યું હતું, જેમાં બળાત્કારના દોષિતોને મૃત્યુદંડની સજાની માંગ કરવામાં આવી છે.