કોલકાતા : પશ્ચિમ બંગાળની(West Bengal)મમતા બેનર્જી સરકારે મંગળવારે વિધાનસભામાં રજૂ કરેલું એન્ટી રેપ બિલ મંજૂર થયું છે. આ બિલના ડ્રાફ્ટમાં બળાત્કાર પીડિતાનું મૃત્યુ થાય અથવા બેભાન થાય તો આવા ગુનેગારો માટે મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે. મમતા સરકારના આ બિલને વિરોધ પક્ષ ભાજપે પણ સમર્થન આપ્યું છે. આ ઉપરાંત ડ્રાફ્ટમાં બળાત્કાર અને ગેંગરેપના દોષિતને આજીવન કેદની સજા કરવામાં આવે તેવી જોગવાઈ છે. વેસ્ટ બંગાળ ક્રિમિનલ લૉ એન્ડ એમેન્ડમેન્ટ બિલ 2024(અપરાજિતા મહિલા અને બાળક બિલ) નામના પ્રસ્તાવિત કાયદાનો ઉદ્દેશ્ય બળાત્કાર અને જાતીય અપરાધો સંબંધિત નવી જોગવાઈઓનો સમાવેશ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષાને વધારવાનો છે. મમતા બેનર્જીએ આ બિલને ઐતિહાસિક ગણાવ્યું હતું.
આ પણ વાંચો : આરોપીને મોતની સજા, પ. બંગાળ વિધાનસભામાં પેશ થયું રેપ વિરોધી બિલ
બિલ તમામ ઉંમરના પીડિતોને લાગુ પડશે
ગત મહિને કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરના રેપ અને મર્ડરની ઘટના બની હતી. આ ઘટનાનો દેશવ્યાપી વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે રાજ્યના કાયદા પ્રધાન મલય ઘટક દ્વારા પ્રસ્તાવિત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. હવે આ બિલ પર ચર્ચા થશે. આ ખરડો જે ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને જાતીય અપરાધોથી બાળકોનું રક્ષણ અધિનિયમ 2012 હેઠળ સંબંધિત જોગવાઈમાં સુધારો કરવા માંગે છે.
આ પણ વાંચો : Kolkata રેપ અને મર્ડર કેસમાં ડૉક્ટરે પોલીસ પર લગાવ્યો ક્રાઇમ સીનમાં ચેડાંનો ગંભીર આરોપ
નાણાકીય દંડની જોગવાઈઓ
આ બિલ તમામ ઉંમરના પીડિતોને લાગુ પડશે. જો આ બિલ પસાર થશે તો બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિતોને આજીવન કેદની સજા થશે. આનો અર્થ એ થયો કે તેઓએ તેમનું આખું જીવન જેલમાં વિતાવવું પડશે અને થોડા વર્ષો પછી તેઓ મુક્ત થશે નહીં. નાણાકીય દંડની જોગવાઈઓ પણ હશે.
તપાસની સમય મર્યાદા ઘટાડવાની દરખાસ્ત
આ બિલમાં બળાત્કાર સંબંધિત તપાસ પૂર્ણ કરવાની સમય મર્યાદા બે મહિનાથી ઘટાડીને 21 દિવસ કરવાનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત ચાર્જશીટ તૈયાર થયાના એક મહિનામાં આવા કેસમાં ચુકાદો આપવાનું કહેવામાં આવ્યું છે. આ બિલ હેઠળ જો કોઈ આવા કેસમાં કોર્ટની કાર્યવાહી સાથે સંબંધિત કોઈપણ માહિતી પ્રકાશિત કરે છે અથવા પીડિતાની ઓળખ જાહેર કરે છે તો તેને ત્રણથી પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે.
આ પણ વાંચો : કોલકાતા રેપ-મર્ડર કેસમાં CBI દ્વારા કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ…
રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર પડશે
જો કે કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે વિધાનસભામાં બિલ પસાર કરવું પૂરતું નહીં હોય. આ સંબંધમાં કેન્દ્રીય કાયદાની કેટલીક જોગવાઈઓમાં સુધારો કરવાનો પ્રસ્તાવ છે. તેથી તેને રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર પડશે. જ્યારે બંગાળ સરકારના આ નિર્ણયનો પણ વિરોધ થઈ રહ્યો છે. વિરોધ પક્ષો અને કાયદાકીય નિષ્ણાતો કહી રહ્યા છે કે આવા કેસ માટે રાષ્ટ્રીય સ્તરે કાયદામાં કડક જોગવાઈઓ છે.