કટ્ટર વિરોધી AAP નેતા સૌરભ ભારદ્વાજ PM મોદીની સરકારની કઈ વાતથી ખુશ થયા? જાણો વિગત | મુંબઈ સમાચાર
નેશનલ

કટ્ટર વિરોધી AAP નેતા સૌરભ ભારદ્વાજ PM મોદીની સરકારની કઈ વાતથી ખુશ થયા? જાણો વિગત

નવી દિલ્હી: હાલના સમયમાં દેશની રાજનીતિમાં સત્તા પક્ષ અને વિપક્ષ બંને વચ્ચે મતભેદ ધીમે ધીમે મનભેદ બની રહ્યા છે. આથી એક બીજા પર આક્ષેપ અને વિરોધ સિવાય વખાણ, સમર્થન ખૂબ દોહ્યલું બની ગયું છે. ત્યારે ઘણા બનાવો એવા બને છે કે જેમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષનો ભેદ ભૂલીને ખુલ્લા મનથી સારા કામના વખાણ કરતાં જોવા મળે છે. તાજેતરમાં જ આપના પૂર્વ પ્રધાન એક નેતાએ પીએમ મોદીની સરકારના વખાણ કર્યા છે.

સામાન્ય રીતે આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ પ્રધાન સૌરભ ભારદ્વાજની છાપ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરનારા નેતાની છે. પરંતુ તેમને રેલવે સ્ટેશન પર ધાર્યા કરતાં કઈક સારું દેખાયું તો તેમણે ખુલ્લા મને સરકારના વખાણ કર્યા. તેઓને દિલ્હી રેલવે સ્ટેશન પર સ્લીપર ક્લાસના વેઇટિંગ હોલની વ્યવસ્થા જોયો અને પસંદ આવ્યું કે તેમણે વીડિયો શેર કરીને પ્રસંશા કરી હતી.

તેમણે કહ્યું કે, આ લોકોએ તો રેલ દુર્ઘટનાઓનો રેકોર્ડ બનાવ્યો છે પણ આજે કઈક સારું જોવા મળ્યું વિચાર્યું કે આ બાબત પર વિભાગના વખાણ કરવા જોઈએ. 52 સેકન્ડના વીડિયોમાં તેમણે કહ્યું, હું આજે દિલ્હી રેલવે સ્ટેશન પર છું. મી ઘણીવાર રેલવે વિભાગ અને તેના પ્રધાન અશ્વિની વૈષ્ણવની ટીકા કરી છે કે ખૂબ જ રેલ દુર્ઘટનાઓ ઘટી અને તે સત્ય પણ છે. પરંતુ નવી દિલ્લી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર આવ્યો અને સ્લીપર કોચના વેઇટિંગના રૂમમાં ગયો.

તેમણે કહ્યું કે મે અહિયાં શૌચાલયનો ઉપયોગ કર્યો અને તે મારી ધારણા કરતાં વધારે સારું હતું. સ્વચ્છ અને સુઘડ હતું અને સાફ સફાઈ માટે ત્યાં એક વ્યક્તિ પણ રાખેલો હતો. મારુ માનવું છે કે જો કોઈ વસ્તુ સારી હોય તો તેનો સ્વીકાર કરવો જોઈએ. મને લાગે છે કે રેલવેએ આ કામ ખૂબ સારી રીતે કર્યું છે.

આપણ વાંચો:  ગુજરાત સહિત દેશભરના વેપારીઓ માટે રાહતના સમાચારઃ ભારત-ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થશે

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button