વધુ એક ભારતીય વિદ્યાર્થીની અમેરીકામાં મોત, ગુમ થયેલા મોહમ્મદ અબ્દુલ અરફાટ
નવી દિલ્હી: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીના મોતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ( Indian student dies in USA) ગયા મહિને ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થી મોહમ્મદ અબ્દુલ અરાફાત (Mohammed Abdul Arafat) નો મૃતદેહ મળી આવ્યો છે. મોહમ્મદ અબ્દુલ અરાફાતનો મૃતદેહ અમેરિકાના ક્લીવલેન્ડમાંથી મળી આવ્યો છે. એક અઠવાડિયામાં આ બીજી ઘટના છે જ્યારે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હોય. મોહમ્મદ અબ્દુલ અરાફાત ભારતના હૈદરાબાદના નાચારામનો રહેવાસી હતો અને તે ગયા વર્ષે મે મહિનામાં ક્લેવલેન્ડ યુનિવર્સિટીમાંથી ITમાં માસ્ટર્સનો અભ્યાસ કરવા અમેરિકા આવ્યો હતો.
ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને મોહમ્મદ અરાફાતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કોન્સ્યુલેટ જનરલે લખ્યું કે તે ખૂબ જ દુઃખી છે કે મોહમ્મદ અબ્દુલ અરાફાત, જેની શોધ કરવામાં આવી રહી હતી, તે ક્લેવલેન્ડ, ઓહિયોમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. અરાફાતના પરિવાર પ્રત્યે સંવેદના. કોન્સ્યુલેટ જનરલે કહ્યું કે તે મૃત્યુની તપાસ માટે સ્થાનિક એજન્સીઓના સંપર્કમાં છે.