બિહાર પર ઓવારી ગયા નાણા પ્રધાન, મિથિલા નગરીને આપી મોટી ભેટ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન આજે સતત આઠમી વખત દેશનો બજેટ રજૂ કર્યું છે. આ દરમિયાન તેમણે બિહારના લોકોને રિટર્ન ગિફ્ટ આપી છે. એમના બજેટ ભાષણમાં તેમણે મખાના બોર્ડની રચનાની જાહેરાત કરી છે. મખાનાની ખેતી કરતા ખેડૂતો માટે આ ખૂબ જ સારા સમાચાર છે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે આ બજેટમાં ખેડૂતોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. તેમના બજેટથી 1.7 કરોડ ખેડૂતોને પણ ફાયદો થશે. કૃષિ એ દેશનું પ્રથમ ગ્રોથ એન્જિન છે. એના પર સરકાર ધ્યાન આપી રહી છે. તેમણે મખાના બોર્ડની રચનાની જાહેરાત પણ કરી હતી. તેમના ભાષણ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે મખાના ખેડૂતોને પદ્ધતિસરની તાલીમ આપવામાં આવશે અને મખાનાના ઉત્પાદન, માર્કેટિંગ અને પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવા માટે જરૂરી પગલાં પણ લેવામાં આવશે.
Also read:
બિહાર મખાણાનું હબ છેઃ-
નોંધનીય છે કે બિહારમાં સૌથી વધુ મખાનાનું ઉત્પાદન થાય છે. દેશના મખાનાના કુલ ઉત્પાદનમાં બિહારનો હિસ્સો 85% થી વધુ છે. બિહારના ઉત્તર ભાગમાં મખાનાની ખેતી થાય છે. બિહારના દરભંગા, મધુબની, સીતામઢી,કટિહાર પૂર્ણિયા, સહરસા, કિશનગંજ, સુપૌલ, અરરિયા, મધેપુરા જેવા જિલ્લાઓમાં મખાનાની વિશાળ પાયે ખેતી થાય છે.
સવારે જ મળી ગયો હતો સંકેતઃ-
નાણાપ્રધાન નિર્મલા સીતારામન આજે સ્પેશિયલ સાડી પહેરીને આવ્યા હતા જે તમને બિહારના પ્રવાસ દરમિયાન ગિફ્ટમાં મળી હતી. મિથિલા પેન્ટિંગના પ્રખ્યાત કલાકાર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા દુલારી દેવીએ નિર્મલા સીતારામનને તેમની સોરઠ ખાતેની મિથિલા પેન્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઉપહારરૂપે મિથિલાના પેન્ટિંગવાળી સાડી ભેટમાં આપી હતી. નિર્મલા સીતારામન આજે આ મિથિલાના પેન્ટિંગવાળી સાડી પહેરીને આવ્યા હતા. એ સમયે જ લોકોને એવું લાગ્યું હતું કે આ બજેટમાં નાણાપ્રધાન બિહાર પર ઓવારી જવાના છે, તેમની સાડી પરથી જ લોકોએ કલ્પના કરી લીધી હતી કે બિહારને લાભ થશે અને થયું પણ એવું જ.