હવે અંજુ આવતા અઠવાડિયે ભારત આવશે…
પાકિસ્તાન ગયેલી અંજુના કેસમાં નવો વળાંક આવ્યો છે. અંજુ આ મહિનાના અંતમાં એટલે કે ઓક્ટોબર સુધીમાં ભારત પરત ફરશે. અંજુએ તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. અંજુએ જણાવ્યું હતું કે તે પોતાના બાળકો માટે ભારત પરત ફરી રહી છે. અંજુએ એમ પણ કહ્યું હતું કે હું તમામ સવાલોના જવાબ આપવા તૈયાર છું. આ ઉપરાંત તેણે જણાવ્યું હતું કે તે જે પણ કરી રહી છે, તે તેના બાળકોના સારા ભવિષ્ય માટે કરી રહી છે. અંજુ વાત કરતા કરતા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી.
અંજુએ જણાવ્યું કે પાકિસ્તાનમાં તેના વિઝાની મર્યાદા સમાપ્ત થઈ રહી છે. તેઓએ તેમના બાળકો પાસે પાછા આવવાની છે. તેણે કહ્યું હતું કે તે અલવર પરત ફર્યા બાદ તેના બાળકો સાથે વાત કરશે. અને દરેકના તમામ પ્રશ્નોના જવાબ આપશે. તે પોલીસના તમામ પ્રશ્નોના જવાબ આપવા પણ તૈયાર છે. તેણે કંઈ ખોટું કર્યું નથી. તે જે પણ કરી રહી છે, તે તેના બાળકોના સારા ભવિષ્ય માટે કરી રહી છે.
પાકિસ્તાનથી પોતાના બાળકો સાથે ગ્રેટર નોઈડા પહોંચેલી સીમા હૈદર સ્ટાર બની ગઈ છે. દરેકના હોઠ પર સીમા હૈદરનું નામ છે. સીમા હૈદર પર ફિલ્મ બની રહી છે. તો સોશિયલ મીડિયા પર લોકો અંજુને સતત વખોડી રહ્યા છે. દરેકને એક જ સવાલ છે. શું અંજુ પાછી આવશે?
તેમજ અંજુએ કહ્યું હતું કે હું કોઈની પરવા કરતી નથી, મારા માતા-પિતા અને પરિવાર દરેક બાબતથી વાકેફ હતા. જ્યારે હું પાકિસ્તાન પહોંચી ત્યારે સૌથી પહેલા મેં મારી બહેનને ફોન કર્યો હતો. મેં મારા પતિ સાથેના તમામ સંબંધ તોડી નાખ્યા છે. અરવિંદે મારી સામે ખોટો કેસ કર્યો છે. મારી પાસે તમામ પ્રશ્નોના જવાબો છે. હું બધા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું. બસ હજુ થોડા દિવસો રાહ જુઓ. ત્યારે સત્ય બધાની સામે હશે.
અંજુએ કહ્યું હતું કે તે એક અઠવાડિયા માટે પાકિસ્તાન આવી હતી. તેને નસરુલ્લા સાથે લગ્ન તરત નહોતા કરવા તેને જાણ્યા અને સમજ્યા પછી લગ્ન કરવા માંગતી હતી. પરંતુ તે સમયે સંજોગો એવા બન્યા કે તેને નસરુલ્લા સાથે લગ્ન કરવા પડ્યા.