મુંબઈઃ જાણીતા ફિલ્મ અભિનેતા અનિલ કપૂરની લાડલી દીકરી સોનમ કપૂરનું નામ ફેશનને માટે બોલીવુડમાં મોખરે લેવાય છે. સોનમ કપૂર સોશિયલ મીડિયા પર અવનવા લૂક અને ફોટોગ્રાફ શેર કરીને ચાહકોને દિવાના બનાવી દે છે, જ્યારે અમુક ચાહકો પણ નિરંકુશ બને છે. તાજેતરમાં સોનમ કપૂરે એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂકીને જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો સોનમ કપૂર રેડ કલરના સ્કર્ટની સાથે રિવિલિંગ ટોપ પહેરીને જોવા મળી હતી. તેના લૂકની લોકોએ ચોતરફ ચર્ચા કરે છે.
સોનમ કપૂરમાં વીડિયોમાં વ્હાઈટ કલરના ઓફ શોલ્ડર ટોપ પહેર્યું છે. આ ટોપ એટલું બધું ડીપનેક છે કે લોકો તેની ન્યૂડ સ્ટાઈલને જોઈને ચોંકી ગયા હતા. વીડિયોમાં બોલ્ડ અંદાજમાં પણ સોનમ કપૂર જોવા મળી હતી. આ બોલ્ડ અવતાર જોરદાર વાઈરલ થયો હતો.
આ રિવિલિંગ ટોપમાં સોનમ કપૂર રેડ કલરની સ્કર્ટ પહેર્યું હતું, પરંતુ આ લૂકે ચાર ચાંદ લગાવી દીધા છે. પગમાં હાઈ હિલ્સ સાથે લોંગ બૂટ્સ અને ઓપન હેરમાં ગ્લેમરસ લાગે છે. એની સાથે ગળામાં નેકલેસ નથી, પરંતુ બ્લેક કલરનો કપડાનો બેલ્ટ લપેટેલો જોવા મળી હતી.
આ વર્ષે જુલાઈ મહિના દરમિયાન ઓટીટી પ્લેટફોર્મ પર સોનમ કપૂરની બ્લાઈન્ડ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ લાંબા સમય સુધી અટકી હતી, પરંતુ રિલીઝ થયા પછી સોનમ કપૂરની એક્ટિંગની નોંધ લેવામાં આવી હતી.
આ ફિલ્મમાં સોનમ કપૂર સિવાય પૂરબ કોહલી, વિનય પાઠકે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સોનમ કપૂરની ફિલ્મો મોટે ભાગે સંજુ, વીરે દે વેડિંગ અને પ્રેમ રતન ધન પાયો વગેરે ફિલ્મોમાં મલ્ટી સ્ટાર રહી હતી.