નેશનલ

ઓમ બિરલાના નિવેદનથી નારાજ રાહુલ ગાંધીએ કહ્યું- આવો રાજકીય પ્રસ્તાવ…

નવી દિલ્હીઃ લોકસભાના નવા ચૂંટાયેલા સ્પીકર ઓમ બિરલાએ બુધવારે ઈમરજન્સીની નિંદા કરતો પ્રસ્તાવ વાંચ્યો હતો. તેમણે ઈમરજન્સીની સખત નિંદા કરી હતી અને તેને દેશના ઈતિહાસનો કાળો અધ્યાય ગણાવ્યો હતો.

રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકરની સામે ઈમરજન્સીની નિંદા કરવાના પ્રસ્તાવ પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે સ્પીકરે આવો રાજકીય પ્રસ્તાવ લાવવો જોઈતો ન હતો અને તેને ટાળવો જોઈતો હતો. રાહુલ ગાંધી અને I.N.D.I.A એલાયન્સના નેતાઓ આજે સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા. આ એક સૌજન્ય કૉલ હતો, પરંતુ ઈમરજન્સી પ્રસ્તાવના કારણે વિપક્ષ ગુસ્સે થયો હતો. આજની બેઠકમાં રાહુલ ગાંધીએ ઈમરજન્સી અંગે ગઈકાલના પ્રસ્તાવ પર વાંધો વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : અર્થતંત્રથી લઈને કાશ્મીર અને ખેડૂતો સુધી, રાષ્ટ્રપતિ Droupadi Murmu ના સંબોધનના મહત્વના મુદ્દાઓ

કૉંગ્રેસના મહાસચિવ કે. સી. વેણુગોપાલે પણ ઇમરજન્સીની નિંદાના પ્રસ્તાવ સામે વાંધો વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ આશ્ચર્યજનક બાબત છે કે સ્પીકરે અત્યારે ઇમરજન્સીનો મુદ્દો ઉખેળ્યો
સરકારે જાણી જોઇને આજનો દિવસ પસંદ કર્યો હતો. સ્પીકરની ચૂંટણી યોજાઇ હતી. સારું વાતાવરણ હતું અને ભાજપે આવા સારા વાતાવરણને બગાડવાનો પ્રયાસ કર્યો.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે ભાજપે માત્ર દેખાડા માટે આવું બધું કરે છે. ઇમરજન્સી વખતે હું પણ જેલમાં ગયો હતો. અન્ય નેતાઓ પણ જેલમાં ગયા હતા. આપણે ક્યાં સુધી ભૂતકાળ ઉખેડ્યા કરીશું એવો સવાલ પણ તેમણે કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button