નેશનલ

બિહારમાં ધમાલ: આંગણવાડીની મહિલાઓ પર લાઠીચાર્જ

પટણા: નીતીશ કુમારે મહિલાઓ અંગે આપેલા નિવેદનનો હોબાળો તો હજુ શાંત નથી થયો ત્યાંતો એક નવી ઘટના બની જેમાં પટણામાં આંગણવાડીની મહિલાઓએ સરકારી કર્મચારી જેટલો દરજ્જો આપવાની અને પગાર વધારવાની માંગણી કરી હતી અને તમામ આંગણવાડી કર્મચારીઓ એક સ્થળે ભેગા થયા હતા જ્યાં પોલીસે આંગણવાડી કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જથી ભાગતી મહિલાઓનો પોલીસે પીછો કરી માર માર્યો હતો. એટલું જ નહીં મહિલાઓની ભીડ પર વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

આંગણવાડીમાં કામ કરતી આ મહિલાઓ રાજધાનીમાં વિરોધ પ્રદર્શન કરી રહી હતી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના કાર્યાલયની બહાર સૂત્રોચ્ચાર કરી રહી હતી.

મંગળવારે પણ રાજ્યની આંગણવાડી કાર્યકરોએ પટણામાં અનેક માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નીતિશ કુમાર વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યાં આંગણવાડી કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આંગણવાડી કાર્યકરોની માંગ એવી છે કે તેમનો માસિક પગાર વધારીને ₹25,000 કરવામાં આવે અને આંગણવાડી સહાયકોનો પગાર વધારીને ₹18,000 કરવામાં આવે. 

બિહારના કૈમુર જિલ્લામાં આંગણવાડી કાર્યકર તરીકે કામ કરતી એક મહિલાએ જણાવ્યું હતું કે અમને બિહારની સરકાર પગારમાં ફક્ત 1450 રૂપિયા આપે છે હાલમાં અમારો પગાર 5950 રૂપિયા છે જેમાં બાકીનો પગાર કેન્દ્ર સરકાર તરફથી આવે છે તો રાજ્ય સરકારે અમારો પગાર વધારવો જોઇએ.

વિધાનસભામાં વસ્તી નિયંત્રણ પર બોલતા નીતિશ કુમારે મહિલાઓને લઈને અપમાનજનક અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જોકે બાદમાં તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું અને માફી પણ માગી હતી, તેમ છતાં બિહારના જુદા જુદા ભાગોમાં મહિલાઓ આ ઘટનાનો વિરોધ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker