નેશનલ

આંધ્ર પ્રદેશ ટ્રેન અકસ્માત: માનવીય ભૂલનું પરિણામ

મૃતકના પરિવારને ₹ બે લાખ અને ઈજાગ્રસ્તોને ₹ ૫૦,૦૦૦ની સહાયની વડા પ્રધાનની જાહેરાત

ટ્રેન અકસ્માત: આંધ્ર પ્રદેશના વિજયાનગર જિલ્લામાં બે ટ્રેનના અકસ્માત બાદ ટ્રેનના અનેક કોચ પાટા પરથી ઊતરી ગયા બાદ ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરી.

વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશમાં બે ટ્રેન દુર્ઘટનાની પ્રારંભિક તપાસમાં રાયગઢા પેસેન્જર ટ્રેનના લોકો પાઈલટ અને આસિસ્ટંટ લોકો પાઈલટને જવાબદાર ગણાવાયા છે. આરોપો અનુસાર નિયમોનું ઉલ્લંઘન કરવા માટે બે ઓટો સિગ્નલથી ટ્રેન પસાર થઈ હતી. જોકે, આ દુર્ઘટનામાં ટ્રેનના બંને કર્મચારી (ડ્રાઈવર)નું પણ મોત થયું હતું.

પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યાનુસાર સાત જણની કમિટીએ દુર્ઘટના સ્થળેથી સાક્ષીઓ, સંબંધિત અધિકારીના નિવેદન, ડેટા લોગર રિપોર્ટ અને સ્પીડોમીટર ચાર્ટની સાવધાનીપૂર્વક તપાસ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં રાયગઢા પેસેન્જર ટ્રેને વિશાખાપટ્ટન પલાસા પેસેન્જર ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી, જે બે ક્ષતિગ્રસ્ત ઓટો સિગ્નલ પસાર થયા પછી ટ્રેનને ટક્કર મારી હતી.

પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ રેલવેના ધારાધોરણ પ્રમાણે ખરાબ ઓટો સિગ્નલને કારણે ટ્રેનને બે મિનિટ રોકવી જોઈતી હતી અને પછી કલાકના ૧૦ કિલોમીટરની ઝડપથી આગળ વધવાનું હતું, પરંતુ કમનસીબે એમ થયું નહીં. આ અકસ્માતમાં ૧૪ લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે પચાસ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં રાયગઢા પેસેન્જર ટ્રેન (૦૮૫૦૪)ના લોકો પાઈલટ એસએમએસ રાવ, એએલપી (આસિસ્ટંટ લોકો પાઈલટ)ને જવાબદાર ગણવામાં આવ્યા હતા, એવું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

રવિવારે આંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લાના કંટકપલ્લીમાં હાવડા-ચેન્નઈ લાઈન પર સાંજે સાત વાગ્યાના સુમારે રાયગઢા પેસેન્જર ટ્રેને વિશાખાપટ્ટનમ પલાસા ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી, જેમાં પચાસથી વધુ પ્રવાસી ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં પલાસા પેસેન્જર ટ્રેનના ચાર કોચ અને રાયગઢા પેસેન્જર ટ્રેનના બે કોચ રેલવેના પાટા પરથી ઊથલી પડ્યા હતા. આ અકસ્માત પછી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે ૨૪ કલાક પછી ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ દુર્ઘટનામાં ૧૪ કરતાં પણ વધુનાં મોત થયા હોવા ઉપરાંત ૫૦થી વધુ ઘાયલ થયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર રવિવારે સાંજે વિશાખાપટનમ-પાલાસા પેસેન્જર ટ્રેન અને વિશાખાપટનમ-રાયગઢ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન એકમેક સાથે અથડાઈ હતી. માનવીય ભૂલને કારણે વિશાખાપટનમ-રાયગઢ પેસેન્જર સ્પેશિયલ ટ્રેને સિગ્નલ તોડ્યું હોવાનું ઈસ્ટ કોસ્ટ રેલવેના સીપીઆરઓ બિશ્ર્વજીત શાહુએ પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

માનવીય ભૂલને કારણે ટ્રેન લાલ સિગ્નલ પર ઊભી રહેવાને બદલે સિગ્નલ તોડીને આગળ વધી હતી.

અકસ્માતને કારણે વિશાખાપટનમ-રાયગઢ પેસેન્જર સ્પેશિયલ ટ્રેનનું એન્જિન અને વિશાખાપટનમ-પાલાસા પેસેન્જર ટ્રેનના પાછળના બે કોચ પાટા પરથી ખડી પડ્યા હતા, એમ જણાવતાં રેલવે અધિકારીઓએ કહ્યું હતું કે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

હૅલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
અકસ્માતનો ભોગ બનેલી કમનસીબ ટ્રેનના બે કોચમાં ૧૦૦ જેટલા પ્રવાસી હતા.
ઓડિશાના મુખ્ય પ્રધાન નવિન પટનાયકે અકસ્માતનો ભોગ બનેલા પ્રવાસીઓના પરિવારજનો પરત્વે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને ઈજાગ્રસ્તો જલદી સજા થાય તેવી શુભેચ્છા આપી હતી. પટનાયકે ઓડિશાના સ્પે. રિલિફ કમિશનર તેમ જ રાયગઢ અને કોરાપુટ જિલ્લાના કલેક્ટરને રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવાનો આદેશ આપ્યો હતો.

દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અકસ્માતનો ભોગ બનેલા પ્રવાસીઓના પરિવારજનો પરત્વે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને ઈજાગ્રસ્તો જલદી સજા થાય તેવી શુભેચ્છા આપી હતી.

વડા પ્રધાને મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી નેશનલ રિલિફ ફંડ (પીએમએનઆરએફ)માંથી બે લાખ રૂપિયાની અને ઘાયલોને રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવાની જાહેરાત કરી હતી. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ