નેશનલ

વિશાખાપટ્ટનમ પોર્ટમાં ભીષણ આગ, 40 બોટ બળીને ખાખ, માછીમારોને કરોડોનું નુકસાન

વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના માછીમારીના બંદરમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછી ઘણી માછીમારી બોટ બળીને ખાખ થઈ ગઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે જણાવ્યું હતું કે રાત્રે 1 વાગ્યાની આસપાસ લાગેલી આગ પર સવારે 4 વાગ્યા સુધીમાં કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો

એક બોટમાંથી શરૂ થયેલી આગ આખરે 40 બોટમાં ફેલાઈ ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિશાખાપટ્ટનમના ફિશ પોર્ટ પર લાગેલી આગ મધરાત સુધીમાં લગભગ 40 ફાઈબર-મિકેનાઈઝ્ડ બોટોમાં ફેલાઈ ગઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આગ કાબુમાં આવી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાની માહિતી નથી. ડીસીપી આનંદ રેડ્ડીએ કહ્યું કે આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.

કેટલાક શંકાસ્પદ લોકોએ બોટને જાણીજોઇને આગ લગાવી હોવાની શંકા માછીમારોએ વ્યક્ત કરી હતી તો કેટલાક લોકોએ અહીં યોજાયેલી પાર્ટીને કારણે આગ લાગી હોવાનું જણાવ્યું હતું. આ ભીષણ આગને કારણે માછીમારોની આજીવિકાનું સાધન નાશ પામતા તેઓ નિઃસહાય બની ગયા હતા.


માછીમારોએ જણાવ્યું હતું કે આગના કારણે 40 જેટલી માછીમારી બોટ બળી ગઈ હતી. દરેક બોટની કિંમત ઓછામાં ઓછી 40 લાખ રૂપિયા હતી. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લાના નિઝામપટ્ટનમ બંદર પર મિકેનાઇઝ્ડ ફિશિંગ બોટમાં આગ લાગતાં બે લોકો ઘાયલ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button