Earthquake in Andaman: 4.1 રિક્ટર સ્કેલની તિવ્રતા સાથે આવેલા ભૂકંપથી ધ્રૂજી ઉઠ્યું આંદામાન

આંદામાન: આંદામાન-નિકોબાર ટાપુ પર બુધવારે 10મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે ભૂકંપના આંચકા જણાયા હતાં. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 4.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS) દ્વારા તેની જાણકારી આપવામાં આવી હતી. NCSએ જણાવ્યું કે, આંદામાન ટાપુ પર સવારે 7:53 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. જોકે સદનસીબે આ ભૂકંપને કારણે કોઇ જાન-માલ હાનીના સમાચાર આવ્યા નથી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી NCS એ કહ્યું કે, 10 જાન્યુઆરી સવારે 7:53 વાગે આંદામાન ટાપુ પર 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કેન્દ્રની ઊંડાઇ 10 કિમી છે. આંદામાન નિકોબારમાં કુલ 572 ટાપુ છે. જેમાં 38 ટાપુ પર લોકો રહે છે બાકીના ટાપુઓ પર સરકારનો કંટ્રોલ છે. પણ ત્યાં વસ્તી નથી.
આંદામાન બંગાળની ખાડીના એ વિસ્તારમાં છે જ્યાં કાયમ ભૂકંપ આવતો હોય છે. અત્રે ઉલ્લખનીય છે કે પાછલાં વર્ષે નવેમ્બરમાં પણ આંદામાન-નિકોબારમાં ભૂકંપ આવ્યો હતો. એ વખતે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ કહ્યું હતું કે, ભૂરંપના ઝાંટકા સાંજે 7:36 વાગે અનુભવાયા હતાં. ભૂરંપનું કેન્દ્ર 120 કિમીની ઉંડાઇએ હતું.
Earthquake of magnitude 4.1 on the Richter Scale strikes the Andaman Islands at 07:53 am: National Center for Seismology pic.twitter.com/JpjTtIglaN
— ANI (@ANI) January 10, 2024