નેશનલમનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Anant & Radhika Wedding: PM Modi અનંત-રાધિકાને આપશે આશીર્વાદ

BKC ફેરાવાયું છાવણીમાં, VVIP Guestsને આપશે કરોડો રુપિયાની મોંઘી ગિફ્ટ

મુંબઈઃ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી આવતીકાલે લગ્ન કરશે. અનંત અને રાધિકા મર્ચંટના લગ્ન નિમિત્તના પ્રી-વેડિંગ ફંક્શન શરુ થઈ ગયા છે અને સેરેમની પણ ધૂમધામથી થઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના લગ્નને ભવ્ય બનાવવા માટે અંબાણી પરિવારે કોઈ કસર છોડી નથી. લગ્નનું ફંક્શન બારથી 14 જુલાઈ સુધી મુંબઈના જીયો વર્લ્ડ સેન્ટરમાં ચાલશે. મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) સુરક્ષાની દૃષ્ટિએ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ઝેડ પ્લસ સિક્યોરિટીની વ્યવસ્થા
અગાઉથી સમગ્ર પરિસરને સુરક્ષાની દૃષ્ટિએ છાવણીમાં ફેરવી દીધો છે. પીએમ મોદીની સંભવિત મુલાકાતને કારણે બાંદ્રા કુર્લા કોમ્પલેક્સમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે, જ્યારે હોટેલની આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. લગ્નમાં ઉપસ્થિત રહેનારા લોકોને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે. ફંક્શન માટે ઈન્ટિગ્રેટેડ સિક્યોરિટી ઓપરેશન સિસ્ટમ (ISOS) સેટઅપ ઊભું કરવામાં આવ્યું છે. લગ્ન માટે 60 લોકોની સિક્યોરિટી સિસ્મટ સાથે 10 એનએસજી કમાન્ડો અને સેંકડો પોલીસ અધિકારીઓની ફોજ હાજર રહેશે. આ ઉપરાંત, 200 ઈન્ટરનેશનલ સિક્યોરિટી ગાર્ડસ, 300 સિક્યોરિટી ગાર્ડસ અને 100થી વધુ ટ્રાફિક પોલીસ અને મુંબઈ પોલીસના જવાન તહેનાત રહેશે.

આ પણ વાંચો : અનંત રાધિકાના લગ્નમાં નીતા અંબાણીની ઉદારતાએ જીત્યા દિલ

રાજકોટ, કાશ્મીર, બનારસથી લાવ્યા ગિફ્ટસ
આ લગ્નમાં વિદેશથી અનેક રાજકારણી, સેલિબ્રિટીઝ, કલાકારો સહિત ભારતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે, ત્યારે આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ બંને નવવધૂને આશીર્વાદ પણ આપશે. ત્રણ દિવસના કાર્યક્રમમાં આવતીકાલે લગ્ન, પછી શનિવારે આશીર્વાદ સેરેમની ત્યારબાદ રવિવારે રિસેપ્શન રહેશે. લગ્નમાં હાજર રહેનારા વીવીઆઈપી ગેસ્ટને કરોડો રુપિયાની મોંઘી ગિફ્ટસ પણ આપવામાં આવશે. મળતી માહિતી અનુસાર વીવીઆઈપી ગેસ્ટ્સને કરોડો રુપિયાની મોંઘી ઘડિયાળ આપવામાં આવશે. એના સિવાય મહેમાનોને રિટર્ન ગિફ્ટ આપવા માટે રાજકોટ, કાશ્મીર અને બનારસથી વિવિધ વસ્તુઓ મગાવવામાં આવી છે.

સોનિયા ગાંધી પરિવારના સદસ્યો હાજરી નહીં આપે
અનંત અને રાધિકાના આવતીકાલના લગ્ન માટે દેશ-વિદેશના અનેક નેતા-ઉદ્યોગપતિને અંબાણી પરિવારે આમંત્રિત કર્યા છે ત્યારે વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પણ આમંત્રિત કર્યા છે, પરંતુ મળતા અહેવાલ અનુસાર પરિવારના કોઈ સભ્ય હાજર રહેશે નહીં. આમ છતાં સોનિયા ગાંધી અંબાણી પરિવારને શુભકામનાઓ આપશે. અગાઉ અંબાણી પરિવારે ચોથી જુલાઈના સોનિયા ગાંધીના પરિવારને આમંત્રણ પાઠવ્યું હતું. એના સિવાય પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બેનરજી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહેશે.

નવા પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓરેન્જ ગેટથી ગ્રાન્ટ રોડ સુધીના એલિવેટેડ રોડનું ભૂમિપૂજન કરવામાં આવશે. આ એલિવેટેડ રોડનો ખર્ચ 1,170 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટસની સાથે અન્ય રેલવે અને એમએમઆરડીએના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવશે, ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button